For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાનસભામાં સોમનાથ દા ને સર્વોચ્ચ રાજકીય સમ્માન અપાશેઃ મમતા

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ દુઃખ વ્યક્ત કરતા કહ્યુ કે દેશના એક મહાન વ્યક્તિને ખોઈ દીધા.

|
Google Oneindia Gujarati News

લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનું આજે સવારે નિધન થઈ ગયુ. તેઓ 89 વર્ષના હતા. સોમનાથ ચેટર્જીના નિધન પર દેશભરના રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી મોદીએ પણ સોમનાથ ચેટર્જીને ભારતીય રાજકારણના નિષ્ઠાવાન વ્યક્તિ ગણાવ્યા. જ્યારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ દુઃખ વ્યક્ત કરતા કહ્યુ કે દેશના એક મહાન વ્યક્તિને ખોઈ દીધા.

mamta

મમતા બેનર્જીએ જણાવ્યુ કે સોમનાથ ચેટર્જીના પાર્થિવ શરીરને બેલે વ્યુ ક્લિનિકથી હાઈકોર્ટ લઈ જવામાં આવશે જ્યાં તેમનો ખૂબ જૂનો સંબંધ છે. ત્યારબાદ ત્યાંથી ચેટર્જીના પાર્થિવ શરીરને વિધાનસભા લઈ જવામાં આવશે જ્યાં તેમને સર્વોચ્ચ રાજકીય સમ્માન આપવામાં આવશે. ત્યારબાદ તેમના શરીરને તેમના પરિવારને સોંપવામાં આવશે. તેમના નિવાસસ્થાનેથી તેમને એસએસકેએમ હોસ્પિટલ લઈ જવામા આવશે જ્યાં તેમણે મેડીકલ રિસર્ચ માટે શરીર દાન કર્યુ હતુ.

આ પણ વાંચોઃ સૌના પ્રિય સોમનાથ દા નું નિધન, જાણો તેમની રાજકીય સફરઆ પણ વાંચોઃ સૌના પ્રિય સોમનાથ દા નું નિધન, જાણો તેમની રાજકીય સફર

તમને જણાવી દઈએ કે સોમનાથ ચેટર્જી દસ વાર લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ માકપાની કેન્દ્રીય સમિતિના સભ્ય રહ્યા. સોમનાથ ચેટર્જી વર્ષ 2004 થી 2009 દરમિયાન લોકસભાના અધ્યક્ષ પણ રહ્યા હતા. ચેટર્જીએ બ્રિટનામાં લૉ નો અભ્યાસ કર્યો હતો. ચેટર્જીએ બ્રિટનમાં લૉ નો અભ્યાસ કર્યા બાદ કોલકત્તા હાઈકોર્ટમાં પ્રેકટીસ કરી અને ત્યારબાદ રાજકારણમાં પગરણ માંડ્યા. સોમનાથ ચેટર્જીએ સીપીએમ સાથે રાજકીય કેરિયરની શરૂઆત 1968 માં કરી અને 2008 સુધી આ પક્ષ સાથે જોડાયેલા રહ્યા.

આ પણ વાંચોઃ પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીને હ્રદયરોગનો હુમલો આવતા નિધનઆ પણ વાંચોઃ પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીને હ્રદયરોગનો હુમલો આવતા નિધન

English summary
somnath chatterjee to be given highest state honour says mamata banerjee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X