For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતના દીકરાએ ઘરે બનાવ્યું હેલિકોપ્ટર, ખર્ચો થયો માત્ર 10 લાખઃ Video

ખેડૂતના દીકરાએ ઘરે બનાવ્યું હેલિકોપ્ટર, ખર્ચો થયો માત્ર 10 લાખઃ Video

|
Google Oneindia Gujarati News

દૌસાઃ રાજસ્થાનના દૌસા જિલ્લાના બાંદીકુઈ ઉપખંડના આભાનેરી પાસે ઝુપડીન નામના એક ગામમાં ખેડૂતના દીકરા ચેરામ ગુર્જરે વિષમ ઘરે જ હેલિકોપ્ટર બનાવીને કમાલ કરી બતાવ્યો. આ હેલિકોપ્ટર જોવા લોકોની ભીડ ઉમટી પડી છે. ચેતારામ ગુર્જરનું અભ્યાસ કરતો હતો ત્યારથી જ કંઈક હટકે કરવાનું સપનું હતું. તે આઈઆઈટીની ડિગ્રી લઈ રહ્યો હતો, ત્યારે ચેતરામને લાગ્યું કે તે વિશેષ હેલિકોપ્ટર બનાવી શકે છે. જે બાદ તે પોતાનું સપનું પૂરું કરવામાં લાગી ગયો.

એક વ્યક્તિ કરી શકે સફર

એક વ્યક્તિ કરી શકે સફર

તેણે લૂઝ પાર્ટ્સ અને જુગાડ ટેક્નિકથી વર્ષભરની મહેનતમાં ચાર સો કિમી વજનવાળા લોખંડી બોડીનું હેલિકોપ્ટર બનાવી દીધું. એક વ્યક્તિ બેસીને આ હેલિકોપ્ટરની સફર માણી શકે છે. ચેતરામનો દાવો છે કે જો અનુમતિ મળે તો તે આ હેલિકોપ્ટરને 20 ફીટની ઉંચાઈ સુધી ઉડાવી શકે છે. આ હેલિકોપ્ટર બનાવવામાં તેમણે દરરોજ 12થી 15 કલાક મહેનત કરી છે. જેમાં 10 લાખ રૂપિયા ખર્ચ થયા છે. દીકરાનું સપનું પૂરું કરવા માટે પિતાએ આર્થિક સહયોગ આપ્યો.

ત્રણ વાર ડિઝાઈન બદલી

ત્રણ વાર ડિઝાઈન બદલી

ચેતરામે જણાવ્યું કે તેણે હેલિકોપ્ટર બનાવતી વખતે ત્રણ વખત તેની ડિઝાઈન બદલી. પહેલાં તેમાં મોટર સાઈકલનું સિંગલ પેટ્રોલ એન્જીન લગાવ્યું પરંતુ તે ઉડી ન શક્યું. પછીં ડીઝલનું એન્જીન લગાવ્યું પરતું આ વખતે હેલિકોપ્ટરની ધ્રૂજારીને કારણે સફળતા ન મળી. જે બાદ હોન્ડા અને સીબીઝેડ મોટર બાઈકના બે એન્જીન લગાવ્યાં. ત્યારે હેલિકોપ્ટર 20 ફીટની ઉંચાઈ પર ઉડવા માટે સક્ષમ બન્યું.

યૂટ્યૂબની પણ મદદ લીધી

યૂટ્યૂબની પણ મદદ લીધી

ચેતરામે જણાવ્યું કે ટેક્નિકલ કામ કરવામાં તેને હંમેશાથી જ દિલચસ્પી રહી છે. આઈઆઈટી કર્યા બાદ ઉત્સાહ વધ્યો. યૂટ્યૂબના માધ્યમથી પાર્ટ્સના વર્કિંગની પણ જાણકારી મેળવી. ચેતરામે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી આર્થિક મદદ મળે તો તે આ હેલિકોપ્ટરને હજુ સારી રીતે બનાવી શકે છે.

જુઓ વીડિયો

યુવકે કહ્યું કે જો સરકાર આર્થિક સહાય કરે તો વધુ શક્તિશાળી હેલિકોપ્ટર બનાવી શકે છે.

તિહાર જેલ જવાના ડરથી સીબીઆઈ કસ્ટડીમાં જ રહવા ઈચ્છે છે પી ચિદમ્બરમતિહાર જેલ જવાના ડરથી સીબીઆઈ કસ્ટડીમાં જ રહવા ઈચ્છે છે પી ચિદમ્બરમ

English summary
son of farmer build his own helicopter in 10 lakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X