• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષા તરીકે 15 વર્ષ પૂરાં કર્યાં

|
sonia-gandhi
નવી દિલ્હી, 14 માર્ચ : સોનિયાં ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષા તરીકે 15 વર્ષ પૂરાં કર્યાં છે. 66 વર્ષીય સોનિયા ગાંધીએ1998માં 127 વર્ષ જુની કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારથી અત્યાર સુધી તેઓ સતત આ પદ પર રહી છે. આ સાથે સળંગ સૌથી વધારે સમ પાર્ટીના અધ્યક્ષ બન્યા રહેવાનો રેકોર્ડ તેમના નામે થયો છે.

સોનિયા ગાંધીએ જે સમયે પાર્ટીનું નેતૃત્વ પોતાના હાથમાં લીધું હતું, તે સમયે પાર્ટીની સામે અનેક સમસ્યાઓ સંકળાયેલી હતી. દરેક ચૂંટણીમાં પાર્ટીની હાર થઇ રહી હતી. ગણ્યા ગાંઠ્યા રાજ્યોમાં જ તેની સરકાર હતી. સોનિયા ગાંધીના અધ્યક્ષ બન્યા પાદ પાર્ટીમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ મે 2004માં કોંગ્રેસની આગેવાનીવાળા યુપીએ ગઠબંધને કેન્દ્રમાં પોતાની સરકાર બનાવી હતી. આ સરકાર પૂરા પાંચ વર્ષ ચાલી તે દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષા તરીકે સોનિયા ગાંધીએ અનેક મહત્વના નિર્ણયો લીધા હતા.

વર્ષ 2009માં ફરીથી ચૂંટણીઓ આવી અને સોનિયા ગાંધીના જ નેતૃત્વમાં કોંગ્રેસે જોરદાર દેખાવ કર્યો અને પહેલાથી વધારે બેઠકો મેળવી ફરી પોતાની સરકાર બનાવી. વર્તમાન સમયમાં કોંગ્રેસના અધ્યક્ષ પદે સોનિયા ગાંધીનો આ ચોથો કાર્યકાળ છે. વર્ષ 2010માં તેમને આ પદ પર ફરી ચૂંટવામાં આવ્યા હતા. તેઓ વર્ષ 2015 સુધી આ પદ પર રહેશે.

English summary
Sonia Gandhi complates 15 years as Congress president.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more