સ્વામીનો આરોપ: સોનિયા ગાંધીએ કાવતરું કરી આસારામને ફસાયા!
ભારતીય જનતા પાર્ટીના સીનિયર લીડર અને દેશના જાણીતા વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ ક્રોંગ્રેસ પ્રેસિડન્ટ સોનિયા ગાંધી પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે આસારામ બાપુને સોનિયા ગાંધીએ કાવતરું કરીને ફસાયા છે. સોનિયા આવું એટલા માટે કર્યું કારણ કે આસારામ ગુજરાતમાં ધર્મપરિવર્તનની વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા હતા. નોંધનીય છે કે આસારામ બાપુ પર એક સગીર યુવતી પર બળાત્કારનો આરોપ લાગ્યા છે જેના પગલે તે લાંબા સમયથી જેલમાં છે.
સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારે જોધપુર જેલમાં લગભગ એક કલાક સુધી આસારામ બાપુ જોડે ચર્ચા કરી. જેલની બહાર નિકળ્યા પછી સુબ્રમણ્યમ સ્વામીએ આ આરોપ લગાવ્યો હતો. સુબ્રમણ્યમ કહ્યું કે તે પહેલા આસારામની જમાનત કરાવીને તેમને આશ્રમ મોકલશે અને તે પછી તેમની પર લાગેલા તમામ ખોટા આરોપોનું ખંડન કરશે. સ્વામી કહ્યું કે તે છોકરીએ આસારામ પર રેપનો આરોપ નથી લગાવ્યો. તેણે ખાલી એટલું કહ્યું છે કે આસારામ તેની ખોટી રીતે અડી રહ્યા હતા..

સ્વામી કહ્યું કે તે દિવાળી બાદ આસારામનો કેસ લડશે. અને ફરી એક વાર કોર્ટમાં આસારામની જમાનતની અરજી લગાવશે. તેમણે કહ્યું કે જજે પાછલી વખતે એક મહિલા સાક્ષીનું નિવેદન ના હોવાના કારણે અરજી રદ્દ કરી હતી. પણ હવે તે મહિલાનું પણ નિવેદન લેવામાં આવી ચૂક્યું છે. મહિલાએ આસારામના પક્ષમાં નિવેદન આપ્યું છે. જેથી આસારામ જલ્દી જ જેલની બહાર આવે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
