મહારાષ્ટ્રમાં શિવસેના સાથેના ગઠબંધનને સોનિયા ગાંધીની લીલી ઝંડી
એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે બેઠક બાદ કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના સાથે ગઠબંધન પર હામી ભરી દીધી છે. જણાવી દઈએ કે સોનિયા ગાંધીએ બુધવારે એનસીપી પ્રમુખ સાથે દિલ્હીમાં મુલાકાત કરી. આ મુલાકાતથી જ આ વાત નીકળીને આવી છે. બુધવારે સાંજે દિલ્હીમાં કોંગ્રેસ-એનસીપીની પણ બેઠક થનાર છે. આ બેઠક બાદ તસવીર એકદમ સાફ થઈ જશે.
મહારાષ્ટ્ર સરકાર પર સસ્પેન્સ
મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદથી જ સરકાર ગઠન પર સસ્પેન્સની સ્થિતિ બનેલ છે. હવે કોંગ્રેસ પર જ એનસીપી અને શિવસેનાના ગઠબંધનના ભવિષ્યનો ભાર છે. જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી પરંતુ મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ થતાં બંને પાર્ટીએ પોતાના રસ્તા અલગ કરી દીધા અને 30 વર્ષ જૂની બંનેની દોસ્તી વચ્ચે દરાર પડી ગઈ. શિવસેના ઈચ્છી રહ્યું હતું કે મુખ્યમંત્રી શિવસેનાનો બને પરંતુ ભાજપ આના માટે તૈયાર નહોતું.
ભારતીય નજતા પાર્ટી પાંચેય વર્ષ માટે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે જોવા માંગી રહી હતી. જેને લઈ શિવસેનાએ ઈનકાર કરી દીધો અને ભાજપથી અલગ થઈ અન્ય પાર્ટીઓના ટેકા સાથે સરકાર બનાવવાનો નિર્ણ કર્યો હતો. રાજ્યપાલે પહેલા ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું જો કે ભાજપે પર્યાપ્ત સંખ્યાબળ ન હોવાનું કહી સરકાર બનાવવાનો ઈનકાર કરી દીધો હતો. જે બાદ શિવસેના અને એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવામાં આવી હતી પરંતુ તેઓ પણ સમયસર સરકાર ન બનાવી શકી. જે બાદ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવવાના પ્રયાસો ચાલુ છે. કોંગ્રેસ, એનસીપી અને શિવસેના એકબીજાની મદદથી સરકાર બનાવવાની કોશિશો કરી રહ્યા છે પરંતુ તેમાં કેટલીક સમસ્યાઓ આવી રહી છે. કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની મુલાકાત પહેલા શરદ પવારે સોમવારે કહ્યું હતું કે ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી અને તેમણે પોતાનો રાસ્તો પસંદ કરવાનો છે. સંસદમાં મીડિયા સાથેની વાતચીતમાં શરદ પવારે કહ્યું હતું કે ભાજપ-શિવસેનાએ સાથે ચૂંટણી લડી હતી, એનસીપી અને કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી. તેમણે પોતાનો રસ્તો પસંદ કરવાનો છે અને અમારે અમારી રાજનીતિ કરવાની છે.
અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમની બે મહિલા સંચાલકની ધરપકડ, છોકરીઓને બંધક બનાવ્યાનો આરોપ