For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે મંત્રાલયે અફવાઓને ખોટી સાબિત કરી: સોનિયા ગાંધી

|
Google Oneindia Gujarati News

sonia gandhi
રાયબરેલી, 7 નવેમ્બર: કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આજથી બે દિવસ માટે રાયબરેલીના પ્રવાસે છે. અત્રે તેમણે બહુજન સમાજ પાર્ટી પ્રહારો કરતા જણાવ્યું કે 'તેમના સંસદીય ચૂંટણી વિસ્તાર રાયબરેલીમાં રેલવે કોચ ફેક્ટરીના શિલાન્યાસ વખતે ઘણા લોકોએ જાતભાતની અફવાઓ ફેલાવી હતી, પરંતુ રેલવે મંત્રાલયે તમામ દાવાઓને ખોટા સાબિત કરતા ખુબજ ઓછા સમયે આ કારખાનાને તૈયાર કરી દીધુ છે.'

સોનિયાએ રાયબરેલીના લાલગંજમાં રેલવે કોચ ફેક્ટરીમાં સૌથી પહેલા નવનિર્મિત 20 ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી અને બાદમાં સભાને સંબોધીત કરી હતી. સોનિયાએ જણાવ્યું કે 'અત્રે હું ઉલ્લેખ કરવા માગીશ કે 2009માં જ્યારે આ ફેક્ટરીનું શિલાન્યાસ કરાયું હતું ત્યારે રાજ્યની તત્કાલિન મુખ્યમંત્રી માયાવતી સરકારે તેને ચૂંટણી મુદ્દો બનાવી દીધો હતો. જોકે રેલવે મંત્રાલયે આ ઘણા ઓછા સમયમાં આ જમીન વિવાદ સુલજાવી દીધો અને આજે તેનું ઉદઘાટન કરાયું છે તેના માટે રેલવે મંત્રાલય ધન્યવાદને પાત્ર છે.'

સોનિયાએ જણાવ્યું કે આ ફેક્ટરીના નિર્માણ પર કૂલ 2700 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે જેમાં અત્યાર સુધી 800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

તેમણે જણાવ્યું કે 'મને ખુશી છે કે આ ફેક્ટરીના નિર્માણ માટે જે ખેડૂતોની જમીન લેવામાં આવી હતી તેમને ફેક્ટરીમાં ડિ ગ્રેડની નોકરી પણ આપવામાં આવી રહી છે. ઉપરાંત ફેક્ટરીની આસપાસ તેમને રહેવા માટે મકાનો અને દૂકાનો પણ તૈયાર કરવામાં આવી રહી છે.' સોનિયાએ આ પ્રસંગે 14 ખેડૂતોને નોકરી માટે એપોઇન્ટમેન્ટ લેટર પણ એનાયત કર્યા.

English summary
UPA Chairperson Sonia Gandhi said when the Rail Coach factory project was inaugrated, rumours were spread by some persons against it but defying them the project has seen light of the day in such a short time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X