• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્રિટેનની મહારાની ક્વિન એલિજાબેથ કરતા માલદાર છે સોનિયા ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ડિસેમ્બર: અંગ્રેજી અખબાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં સોનિયા ગાંધીને લઇને એક ચોંકાવનારી બાબત સામે આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી બ્રિટેની મહારાણી ક્વિન એલિઝાબેથ(દ્વિત્તિય) કરતા પણ વધારે માલદાર છે. આ ખુલાસો અંગ્રેજી અખબાર હફિંગટન પોસ્ટ વર્લ્ડે કર્યો છે.

આ અખબારે દુનિયાભરના 20 સૌથી વધારે માલદાર નેતાઓની સૂચિ તૈયાર કરી છે. જેમાં સોનિયા ગાંધી, બ્રિટેનની મહારાણી એલિઝાબેથ, ઓમાનના સુલ્તાન, મોનાકોના રાજકુમાર અને કુવૈતના શેખ કરતા પણ માલદાર છે. આ સૂચિ અનુસાર સોનિયા 12માં સ્થાન પર આવે છે.

આ લિસ્ટમાં સક્રિય રાજા, રાષ્ટ્રપતિ, સુલ્તાન અને મહારાણીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ સૂચિમાં મોટાભાગના પુરુષોએ સ્થાન જમાવ્યું છે. અખબારે સોનિયા ગાંધીની કુલ સંપત્તિ 2 બિલિયન અમેરિકન ડોલર આંકી છે.

સોનિયા ગાંધી અને બ્રિટેનની મહારાણી એલિઝાબેથ(દ્વિત્તિય)ની સંપત્તિમાં 400થી 500 મિલિયન અમેરિકન ડોલરનો ફર્ક છે. સોનિયા ગાંધી મહારાણીથી કરતા વધારે માલદાર છે. એસોશિએશન ફોર ડેમોક્રેટિક રાઇટ્સની વેબસાઇટ નેશનલ ઇલ્કેશન વૉચ અનુસાર સોનિયા ગાંધીની કુલ સંપત્તિ 1.38 કરોડ રૂપિયાની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ચૂંટણીનો માહોલ હોવાના પગલે ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસ અને તેની અધ્યક્ષ પર અવારનવાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ રસપ્રદ બાબત સામે આવતા જ વિરોધી પક્ષોને સોનિયા ગાંધી પર પ્રહાર કરવાનો એક નવો મુદ્દો મળી ગયો છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

English summary
According to a website UPA chairperson Sonia Gandhi is more richer than England's queen Elizabeth-II.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X