For Quick Alerts
For Daily Alerts
CWCની બેઠકમાં સોનિયા ગાંધી થયા સામેલ, આપી શકે છે રાજીનામુ
કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીનો કાર્યકાળ પૂરો થયો છે. જેને કારણે હવે પાર્ટીએ નવા પ્રમુખની પસંદગી કરવાની છે. દરમિયાન 23 નેતાઓએ પાર્ટી હાઈકમાન્ડને પત્ર લખીને નેતૃત્વ બદલવાની માંગ કરી હતી. આ પછી સોમવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીએ બેઠકમાં રાજીનામું આપવાની ઓફર કરી છે.
કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, આ વખતે કોંગ્રેસ વર્કિંગ કમિટી વર્ચુઅલ માધ્યમથી મળી રહી છે. જેમાં સોનિયા ગાંધી પણ તેમના નિવાસસ્થાને જોડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધી હવે પ્રમુખ પદની જવાબદારી નિભાવવા માંગતી નથી, જેના કારણે તેમણે સીડબ્લ્યુસીને તેમના નવા પ્રમુખને ચૂંટાવાની પ્રક્રિયા શરૂ કરવાની તાકીદ કરી હતી.
આ પણ વાંચો: Unlock 4.0 Guidelines in Gujarati: શું શાળા કોલેજો ખુલશે કે નહિ?
Comments
sonia gandhi government cwc congress bjp president congress president સોનિયા ગાંધી સરકાર સીડબલ્યુસી કોંગ્રેસ બીજેપી અધ્યક્ષ કોંગ્રેસ અધ્યક્ષ ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર politics
English summary
Sonia Gandhi joins CWC meeting, may resign
Story first published: Monday, August 24, 2020, 12:56 [IST]