For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં થયા સામેલ, જોવા માટે ઉમટ્યો જનસૈલાબ

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે આજે ગુરુવારે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે આજે ગુરુવારે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા. સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે નીકળ્યા છે જેનો વીડિયો સામે આવ્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીની ભારત જોડો યાત્રાના 29માં દિવસની શરુઆત માંડ્યા જિલ્લાના બેલ્લારથી કરી છે. સોનિયા ગાંધી લગભગ સવારે 9 વાગે ભારત જોડો યાત્રામાં સામેલ થયા છે.

congress

ભારત જોડો યાત્રા દશેરા માટે બે દિવસ બંધ હતી. આજે માંડ્યામાં ફરથી શરુ થશે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકરી અધ્યક્ષ સલીમ અહેમદે કહ્યુ, 'સોનિયા ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે ગુરુવારે સવારે પાંડવપુરાલ અને નેલામંગલા વચ્ચેની યાત્રામાં સામેલ થશે.'

લાંબા સમયથી પાર્ટીના કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં સોનિયા ગાંધીની આ પહેલી ઉપસ્થિતિ હશે. આરોગ્ય કારણોથી તેમણે હાલમાં ચૂંટણી પ્રચાર પણ કર્યો નહોતો. ભારત જોડો યાત્રાની શરુઆત સમયે સોનિયા ગાંધી વિદેશમાં પોતાનો ઈલાજ કરાવી રહ્યા હતા. થોડા દિવસો પહેલા જ તે ભારત આવ્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા સવારે 6.30 વાગે ફરીથી શરુ થશે અને સોનિયા ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે લગભગ 8 વાગે રસ્તામાં સામેલ થશે. પાર્ટીના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યુ કે તે નક્કી કરશે કે ક્યાં સુદી ભારત જોડો યાત્રામાં સામેલ થઈને પગપાળા ચાલે છે. તમને જણાવી દઈએ કે હાલમાં મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણી લડવા માટે પણ ચર્ચામાં છે.

સોમવારે મૈસૂર પહોંચીને સોનિયા ગાંધીએ મૈસૂર જિલ્લાના એચડી કોટા તાલુકામાં કાબિની બાંધના બેકવાટર પાસે એક રિસોર્ટમાં રહે છે. બ્રેક દરમિયાન રાહુલ ગાંધી તેમને મળવા ગયા હતા. પાર્ટી પદાધિકારીઓએ કહ્યુ કે તે મંગળવારે નાગરહોલ ટાઈગલ રિઝર્વ સફારી પર ગયા હતા. બુધવારે સોનિયા ગાંધઈએ એચડી કોટાના બેગુર ગામના ભ્રીમનાકોલી મંદિરમાં વિજયાદશમીની પૂજા કરી હતી. તેમની સાથે ગ્રામ પંચાયત સભ્ય અને સ્થાનિક ધારાસભ્ય અનિલ કુમાર પણ હતા.

English summary
Congress Sonia Gandhi Mallikarjun Kharge join Rahul Gandhi Bharat Jodo Yatra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X