• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોનિયા ગાંધીએ બોલાવી સર્વપક્ષીય બેઠક, પાર્ટી નેતાઓને આપી આ સલાહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી શુક્રવારે સંસદીય સમિતિની બેઠક બોલાવી જેમાં દેશમાં કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ વિશે સમીક્ષા કરવામાં આવી. આ બેઠક વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. પાંચ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ આત્મમંથન કરવામાં લાગી છે. બેઠકમાં સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓને હારમાંથી સીખ લેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યુ હતુ કે આટલી ખરાબ હારની તેમને આશા નહોતી. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકની શરૂઆતમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, અહેમદ પટેલ, મોતીલાલ વહોરા, તરુણ ગોગોઈ જેવા તાજેતરમાં જ જેમનુ નિધન થયુ છે તેવા પૂર્વ સાંસદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે મોદી સરકાર ફેલ થઈ ગઈ છે. પીએમ મોદી ચૂંટણી જીતવામાં મશગૂલ રહ્યા. તમામ ચેતવણીઓને અનદેખી કરી. સમયે વેક્સીનનો ઑર્ડર ન આપ્યો. ઑક્સિજન, દવાઓ કે વેંટિલેટરની વ્યવસ્થા મજબૂત કરવાના બદલે ભાજપ શાસિત સરકારોએ તાનાશાહી વલણ અપનાવીને કાર્યવાહી કરી રહી છે. મોદી સરકારે લોકોની મદદ કરવાના બદલે પોતાની બંધારણીય જવાબદારીઓ છોડી દીધી છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના અહમમાં કોરોના સામે જંગ જીતવાનો દાવો કર્યો હતો અને તેમની પાર્ટીના ગુણગાન ગાયા હતા. સોશિયલ મીડિયા અને બાકીના પ્લેટફૉર્મ પર લોકોનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે.

કોંગ્રેસ અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની તાજેતરની ચૂંટણીઓમાં પાર્ટીના પ્રદર્શનને નિરાશાજનક ગણાવીને હારમાંથી સબક લેવાની વાત કહી છે. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા યોજાયેલા આ બેઠકમાં સોનિયા ગાંધીએ એ પણ કહ્યુ કે જલ્દી કોંગ્રેસ કાર્યકારી સમિતિ(સીડબ્લ્યુસી)ની બેઠક થશે જેમાં આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરીના ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવામાં આવશે. સોનિયા ગાંધીએ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં જીત માટે મમતા બેનર્જી, એમકે સ્ટાલિન અને ડાબેરી પક્ષોને અભિનંદન આપ્યા.

વધુ પ્રભાવિત અમદાવાદમાં રેલવે કોચ બન્યા કોવિડ કેર સેન્ટરવધુ પ્રભાવિત અમદાવાદમાં રેલવે કોચ બન્યા કોવિડ કેર સેન્ટર

તેમણે પાર્ટીની હારનો ઉલ્લેખ કરીને કહ્યુ કે, 'દૂર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે બધા રાજ્યોમાં આપણુ પ્રદર્શન નિરાશાજનક રહ્યુ છે. ચૂંટણી પરિણામોની સમીક્ષા માટે વહેલી તકે સીડબ્લ્યુસીની બેઠક થશે પરંતુ એ કહેવુ પડશે કે એક પાર્ટી તરીકે સામૂહિક રીતે આપણે પૂરી વિનમ્રતા અને ઈમાનદારી સાથે આ ઝટકાથી યોગ્ય સીખ લેવી પડશે.' તમને જણાવી દઈએ કે આસામ અને કેરળમાં કોંગ્રેસે હાર ઝેલવી પડી. પશ્ચિમ બંગાળમાં તો તેનુ ખાતુ પણ ન ખુલ્યુ. પુડુચેરીમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો. તમિલનાડુમાં ડીએમકેની આગેવાનીવાળા ગઠબંધનને કારણે તેમને જીત મળી.

English summary
Sonia Gandhi seeks all party parliamentary standing committee meeting for covid-19 situation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X