સોનિયા ગાંધી આજે પત્ર લખનાર કોંગ્રેસ નેતાઓ સાથે સામ-સામે વાત કરશે
નવી દિલ્લીઃ સંસદના ચોમાસુ સત્ર માટે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે પાર્ટી નેતાઓ સાથે બેસીને રણનીતિ નક્કી કરશે. 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલ ચોમાસુ સત્ર માટે બોલાવવામાં આવેલી આ બેઠકમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, એકે એંટની, અહેમદ પટેલ, જયરામ રમેશ, કેસી વેણુગોપાલ, અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઈ, કે સુરેશ, મણિકમ ટેગોર અને રવનીત સિંહ બિટ્ટુ શામેલ હશે. એક રીતે સોનિયા ગાંધી આજે એ નેતાઓને પણ ફેસ-ટુ-ફેસ વાત કરશે જેમણે નેતૃત્વ વિશે પત્ર લખ્યો હતો.

ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવી શકે છે આ મુદ્દા
બેઠક દરમિયાન સંસદના ચોમાસા સત્રમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ પર ચર્ચા થશે. આમાં લદ્દાખમાં ચીન સાથેનો ટકરાવ, ભાજપ અને ફેસબુકની કથિત સાંઠગાંઠ, કોરોના વાયરસ મહામારી માટે સરકારની વ્યવસ્થા, આર્થિક સંકટ અને જીડીપીમાં ઘટાડો, રાજ્યોનો જીએસટી મુદ્દો, નોકરીઓનુ સંકટ અને ખેડૂતોની હાલતનો મુદ્દો શામેલ છે. માનવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસ સંસદમાં પીએમ કેર્સ ફંડ વિશે પણ ચર્ચાની માંગ કરી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસ 32 સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોને વેચવા અને રેલવે તેમજ એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાનો મુદ્દો ઉઠાવશે.

પત્ર લખનાર નેતાઓ સાથે રૂબરૂ થશે સોનિયા-રાહુલ
આ ઉપરાંત કોંગ્રેસની બેઠકમાં પી ચિદમ્બરમના નેતૃત્વવાળી કમિટીના એ રિપોર્ટ પર પણ ચર્ચા થશે જે ચોમાસુ સત્રમાં સરકાર તરફથી લેવાનાર 11 વટહુકમો પર કોંગ્રેસ પાર્ટીના વલણ વિશે સોંપવામાં આવી છે. 24 ઓગસ્ટે બોલાવવામાં આવેલ કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક બાદ આ પહેલી વાર હશે જ્યારે પાર્ટીમાં નેતૃત્વ વિશે સવાલ ઉઠવા અંગે પત્ર લખનાર 23 નેતાઓમાંથી અમુકને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો સામનો કરવો પડશે.

ચોમાસુ સત્ર માટે કોંગ્રેસ બોલાવશે વિપક્ષી દળોની બેઠક
કોંગ્રેસના એક નેતાએ જણાવ્યુ કે દેશના બધા મહત્વના મુદ્દાઓ વિશે સંસદમાં એકતા બતાવવા માટે પાર્ટી સમાન વિચારધારાવાળા અન્ય પક્ષો સાથે પણ વાત કરશે. આ માટે કોંગ્રેસ સપ્તાહના અંતમાં વિપક્ષી દળોની એક બેઠક બોલાવી શકે છે. કોંગ્રેસ નેતાએ કહ્યુ કે વિપક્ષના નેતા સરકારને ઘેરવા માટે એકબીજા સાથે મળીને મુદ્દા ઉઠાવવા માટે તૈયાર છે. હાલમાં જ જીએસટીના મુદ્દા અને નીટ-જેઈઈ પરીક્ષાઓ માટે બોલાવવામાં આવેલી બિન-ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બનેર્જી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ઝારખંડના સીએમ હેમંત સોરેને આના પર પર સંમતિ પણ દર્શાવી.
કંગના રનોતની 48 કરોડની મુંબઈ ઑફિસ બીએમસીએ કરી સીલ, ગેરકાયદે નિર્માણની નોટિસ