For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લેક ફંગસના વધતા કહેર વચ્ચે સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, દવાઓની વ્યવસ્થા કરવાની કરી અપીલ

શનિવારે સોનિયા ગાંધીએ કોરોના સંક્રમણ બાદ બ્લેક ફંગસ સામે ઝઝૂમી રહેલા લોકો માટે પીએમ મોદીને પત્ર લખ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના મહામારીની બીજી લહેર બાદ સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે એવામાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત પત્ર લખીને નવા-નવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરાવી રહ્યા છે. હાલમાં શનિવારે તેમણે કોરોના સંક્રમણ બાદ બ્લેક ફંગસ સામે ઝઝૂમી રહેલા લોકો માટે પીએમ મોદીને પત્ર લખ્યો છે. જેમાં પીએમ મોદીને અનુરોધ કરીને કહ્યુ કે મ્યુકોરમાઈકોસિસ(બ્લેક ફંગસ)નો કહેર રોજ વધી રહ્યો છે એવામાં બ્લેક ફંગસની દવાઓની વ્યવસ્થા કરવામાં આવે.

sonia gandhi

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના પત્રમાં બજારમાં લિપોસોમલ એમ્ફોટેરિસિન-બી ઈંજેક્શનની ભારે કમીને પૂરી કરવાનો અનુરોધ કર્યો છે. સાથે જ આયુષ્માન ભારત અને અન્ય આરોગ્ય વીમા યોજનામાં મ્યૂકોરમાઈકોસિસને કવર કરવાનો પણ આગ્રહ કર્યો છે.

તમને જણાવી દઈએ કે કોરોના સંક્રમણ બાદ દર્દી હવે મ્યૂકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ જેની ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા છે. જેના ઉપચારમાં લિપોસોમલ એમ્ફોટેરિસિન-બીના ઈંજેક્શનની હાલમાં ભારે કમી જોવા મળી રહી છે. વળી, આ પહેલા સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લીધે કોરોનાના કારણે અનાથ થયેલા બાળકોને ફ્રીમાં શિક્ષણ આપીને નવોદય વિદ્યાલયોમાં એડમિશન કરાવવાની વાત કહી હતી.

English summary
Sonia Gandhi wrote to PM Modi for taking action on Mucormycosis Liposomal Amphotericin-B in market.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X