For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા-રાહુલને મળી નેશનલ હેરાલ્ડ કેસમાં જામીન, જાણો શું છે આ કેસ?

|
Google Oneindia Gujarati News

નેશનલ હોરાલ્ડ કેસમાં આજે ક્રોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી માટે મહત્વપૂર્ણ દિવસ છે. આજે પટિયાલા હાઉસ કોર્ટમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કેસની સુનવણી દરમિયાન હાજર રહ્યા હતા. જો કે તેમને ગણતરીના સમયમાં જામીન મળી ગઇ હતી. આ કેસની સુનવણી હવે 20મી ફેબ્રુઆરીએ થવાની છે. જેમાં પણ સોનિયા-રાહુલ હાજર રહેશે. જામીન મળ્યા બાદ સોનિયાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અમારી જોડે બદલાની રાજનીતિ રમી રહી છે. પણ અમને ન્યાય વ્યવસ્થા પર પૂર્ણ ભરોસો છે.

નોંદનીય છે કે પટિયાલા હાઉસ કોર્ટ આજે યુદ્ધ છાવણીમાં બદલી દેવામાં આવ્યું છે.વધુમાં આ કેસને ફાઇલ કરનાર બીજેપી નેતા અને વકીલ સુબ્રહ્મણ્યમ સ્વામીને પણ ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. આ કેસની સુનવણી પહેલા ક્રોંગ્રેસે ભાજપ અને મોદી પર અનેક આક્ષેપો મૂક્યા છે. ક્રોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું છે કે આ કેસની પાછળ કેન્દ્ર સરકારનો હાથ છે અને આ જ કારણે ઇનામ રૂપે સુબ્રહ્મણ્યમ સ્વામીને સરકારે મકાન પણ આપ્યું છે.

તો બીજી તરફ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર ટ્વીટ કરી કહ્યું છે કે રાહુલ અને સોનિયાની સાથે છે. તેમને કાનૂન પર વિશ્વાસ છે. અને આ કેસ દ્વારા કેન્દ્ર સરકાર બદલાની રાજનીતિ કરી રહી છે. વધુમાં ક્રોંગ્રેસની નેતા અશ્વીની કુમારે કહ્યું છે કે નેશનલ હેરાલ્ડ કેસના કારણે અને સંસદ નહીં ચાલવા દઇએ.

જો કે કોર્ટમાં આજે હાજર રહેનાર સોનિયા ગાંધીએ તેના કાર્યક્રર્તાઓને શાંતિપૂર્ણ વ્યવહાર કરવાનું કહ્યું છે. નોંધનીય છે કે ત્યારે આ સમગ્ર મુદ્દો શું છે. કયા કેસના કારણે સોનિયા અને રાહુલને કોર્ટ જવા મજબૂર કર્યા. કેવી રીતે આમાં જવાહરલાલ નહેરુથી લઇને ઇન્દિરા ગાંધી સંંકળાયા છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં સાથે જ જાણો સુબ્રહ્મણ્યમ સ્વામીએ સોનિયા અને રાહુલ પર કેવા કેવા આરોપો લગાવ્યા છે.

સોનિયા અને રાહુલે કહ્યું અમે નહીં ડરીએ

સોનિયા અને રાહુલે કહ્યું અમે નહીં ડરીએ

કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પ્રેસને સંબોધતા સોનિયા કહ્યું કે કેન્દ્ર સરકાર બદલાની રાજનીતિ કરી રહી છે પણ અમે હું ન્યાય વ્યવસ્થામાં પૂર્ણ વિશ્વાસ ધરાવું છું. રાહુલે પણ આ પ્રસંગે કહ્યું કે મોદી સરકારને કોંગ્રેસ પર ખોટા આરોપો લગાવ્યા છે. તો મનમોહન સિંહે કહ્યું કે આ સમયે કોગ્રેસ પરિવાર એકજૂટ છે.

શું છે નેશનલ હેરાલ્ડ

શું છે નેશનલ હેરાલ્ડ

નેશનલ હેરાલ્ડ એક છાપું છે જેની શરૂઆત વર્ષ 1938માં થઇ હતી.

જવાહરલાલ નહેરુ

જવાહરલાલ નહેરુ

દેશના પહેલા વડાપ્રધાન જવાહર લાલ નેહરુ તેના પહેલા સંપાદક હતા. વર્ષ 1942માં અંગ્રેજોએ આ ઇન્ડિય પ્રેસ પર હુમલો કર્યો હતો. જેના કારણે તેમણે આ છાપું બંધ કરવું પડ્યું હતું.

આઝાદી પછી પ્રકાશિત

આઝાદી પછી પ્રકાશિત

જો કે આઝાદી બાદ ફરી એક વાર આ છાપાને પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને સંપાદક તરીકે રામ રાવ કાર્યભાર સંભાળ્યો હતો.

1977 ફરી બંધ

1977 ફરી બંધ

વર્ષ 1977માં આ પેપ ફરીથી બંધ થયું કારણ કે આ સમયે પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી ચૂંટણી હારી ગઇ હતી.

કેમ દાખલ થયો કેસ?

કેમ દાખલ થયો કેસ?

પેપર તો બંધ થઇ ગયું પણ ક્રોંગ્રેસે તેને સતત એજેએલને ચલાવવા માટે કોઇ વ્યાજ કે સિક્યોરિટી ભર્યા વગર કેટલાય વર્ષો સુધી તેના માટે દેવું લીધું. માર્ચ 2010માં તે દેવું વધીને 89.67 કરોડ રૂપિયા થઇ ગયું. પણ ક્રોંગ્રેસ ચૂપ રહી.

યંગ ઇન્ડિયા કંપનીનો જન્મ

યંગ ઇન્ડિયા કંપનીનો જન્મ

વર્ષ 2010માં યંગ ઇન્ડિયા કંપનીનો જન્મ થયો જેના ડાયરેક્ટર રાહુલ ગાંધી હતા. અને સુમન દુબે અને સૈમ પિત્રોદા જેવા લોકો તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર હતા.

સોનિયા પણ જોડાઇ

સોનિયા પણ જોડાઇ

22 જાન્યુઆરી 2011માં સોનિયા ગાંધી પણ યંગ ઇન્ડિયાની બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ થઇ. આ કંપનીના 38-38 ટકા શેયરમાં રાહુલ અને સોનિયાનો ભાગ હતો.

કેસ દાખલ થયો

કેસ દાખલ થયો

2010માં ક્રોંગ્રેસે એજેએલના હિસ્સાનો 90 કરોડ રૂપિયાનું દેવું યંગ ઇન્ડિયન પર નાખવાનો નિર્ણય કર્યો. જે કંપનીના માલિક સોનિયા અને રાહુલ છે. પીપુલ એક્ટ મુજબ કોઇ રાજનૈતિક પાર્ટીને લોન નથી આપી શકતી તો ક્રોંગ્રેસે એનજેએલને લોન કેવી રીતે આપી?

સુબ્રહ્મણયમ સ્વામીનો આરોપ

સુબ્રહ્મણયમ સ્વામીનો આરોપ

ભાજપ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ સોનિયા અને રાહુલની સામે ચોરી અને છેતરપીંડિનો આરોપ લગાવીને કોર્ટમાં કેસ દાખલ કર્યો. અને કહ્યું કે નેશનલ હેરાલ્ડને રિયલ એસ્ટેટમાં બદલી દેવામાં આવી છે જેના પૈસા સોનિયા રાહુલ સમેત તેમના વફાદાર ખાઇ રહ્યા છે.

આજે કોર્ટમાં હાજરી

આજે કોર્ટમાં હાજરી

આ માટે આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ક્રોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ બોરા અને ઓસ્કર ફર્નાન્ડીઝ સાથે યંગ ઇન્ડિયાના અન્ય બે ડાયરેક્ટર સુમન દુબે અને ટેક્નોક્રેટ સૈમ પિત્રોદાની આજે કોર્ટમાં હાજરી છે.

સ્વામીના આરોપ

સ્વામીના આરોપ

1.યંગ ઇન્ડિયા શરૂ થવાના એક મહિના પછી એજેએલ તેની સહાયક કંપની કેવી રીતે બની?
2. એજેએલનું દેવું ચૂકવવા માટે તેમણે પોતાની સંપત્તિના કેટલાક મુખ્ય હિસ્સાઓનો ઉપયોગ કેમ ના કર્યો?
3. શું એજેએલને યંગ ઇન્ડિયાની સહાયક કંપની બનવા પહેલા તેણે તેના શેયર હોલ્ડર્સને પૂછ્યું હતું?
4. સ્વામીનો આરોપ છે કે કેન્દ્ર સરકારે છાપુ ચલાવવા માટે જમીન આપી હતી. ના કોઇ બિઝનેસ ચલાવવા માટે.

English summary
Congress president Sonia Gandhi and party vice president Rahul Gandhi were granted bail in the National Herald case on Saturday by a court here. They appeared in the court of Metropolitan Magistrate Loveleen in the Patiala House courts complex.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X