યોગીના લાઉડસ્પીકર બેન પર સોનૂ નિગમે કર્યા તેના વખાણ

Written By:
Subscribe to Oneindia News

એક વાર ફરી લાઉડસ્પીકર મામલે પ્રસિદ્ધ ગાયક સોનુ નિગમે ટિપ્પણી કરી છે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધાર્મિક અને સાર્વજનિક સ્થળો પર અવૈદ્ય તરીકે લાગેલા લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સમાચાર જાણી સોનુ નિગમ ખૂબ જ ખુશ થયા છે. મીડિયાથી વાત કરતા બોલીવૂડના આ જાણીતા સીંગરે કહ્યું કે હું ખુશ છું કે જે ચિંગારી મેં લગાવી હતી તે આજે આગ બની ગઇ છે. હું યોગી સરકારના નિર્ણયનો મનથી વખાણું છું. અને મને લાગે છે કે તેમના આ નિર્ણયનો સમગ્ર ભારતે સ્વાગત કરવું જોઇએ. સોનુ નિગમે તેમ પણ કહ્યું કે જ્યારે પણ અમે મ્યુઝિક પ્રોગ્રામ કરીએ છીએ તો અમને પણ રાતના 10 વાગ્યા પછી પોતાનો કાર્યક્રમ બંધ કરવો પડે છે. કારણ કે 10 વાગ્યા પછી કાર્યક્રમ કરવો નિયમ વિરુદ્ધ છે. ઉલ્લેખનીય સોનુએ પહેલા મસ્જિદમાં થઇ રહેલી અઝાન અને લાઉડસ્પીકર પર એક ટ્વિટ કરીને વિવાદ ઊભો કર્યો હતો. સોનુએ ટ્વિટર પર લખ્યું હતું કે મંદિર હોય કે મસ્જિદ બંને જગ્યા પર લાઉડસ્પીકરથી મને વાંધો છે. પણ ધર્મના ઠેકેદારોએ મારા ટ્વિટનો ખોટો મતલબ નીકાળીને વાતને વિવાદ બનાવી દીધો હતો.

Sonu

નોંધનીય છે કે હાલમાં જ યોગી સરકારે આદેશ કર્યો છે કે મંજૂરી વગર લાગેલા અવૈદ્ય લાઉડસ્પીકરોને 20 જાન્યુઆરી પહેલા હટાવી દેવામાં આવે. સરકારે આ નિર્ણય અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પછી લીધો છે. સાથે જ ધર્મસ્થળો, સાર્વજનિક જગ્યાઓ પર મંજૂરી વિના લાઉડસ્પીકર વગાડવા પર રોક લગાવી છે. નોંધનીય છે કે ગત વર્ષે એપ્રિસમાં જ નિગમે ટ્વિટ કરીને લાઉડસ્પીકર વગાડવા મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. પણ તે પછી વિવાદ વધતા તેણે પોતાનું માથાનું મુંડન કરાવીને પણ પોતાની વાતને વળગી રહ્યા હતા. અને આ વાતને મિશ્ર પ્રતિસાદ પણ મળ્યો હતો. ત્યારે હાલ સોનુએ યોગી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

Yogi

English summary
Yogi Adityanath government orders police to remove unauthorised loudspeakers from religious places, Sonu Nigam is Very Happy with UP Govt order.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.