For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JEE-NEETના છાત્રોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડશે સોનુ સૂદ, મદદ માટે લંબાવ્યો હાથ

સોનુ સૂદે આઈઆઈટી અને નીટની પરીક્ષામાં ભાગ લઈ રહેલા છાત્રોની મદદ માટે પોતાનો હાથ આગળ લંબાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ફિલ્મ અભિનેતા સોનુ સૂદે લૉકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોને ઘણી મદદ કરી હતી. આ મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવામાં સોનુ સૂદ તેમના માટે મસીહા સાબિત થયા હતા. પરંતુ પોતાના આ અભિયાન બાદ પણ સોનુ સૂદ અલગ અલગ રીતે સતત લોકોની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. આ વખતે સોનુ સૂદે આઈઆઈટી અને નીટની પરીક્ષામાં ભાગ લઈ રહેલા છાત્રોની મદદ માટે પોતાનો હાથ આગળ લંબાવ્યો છે. સોનુ સૂદે સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર જેઈઈ અને નીટની પરીક્ષામાં ભાગ લઈ રહેલા છાત્રોની યાત્રાની વ્યવસ્થા કરવાની વાત કહી છે. તમને જણાવી દઈએ કે છાત્ર જેઈઈ અને નીટની પરીક્ષાને સ્થગિત કરવાની માંગ કરી રહ્યા છે જ્યારે વિપક્ષ પ્રવેશ પરીક્ષાની જગ્યાએ કોઈ બીજો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે.

સોનુ સૂદે મદદ માટે લંબાવ્યો હાથ

સોનુ સૂદે મદદ માટે લંબાવ્યો હાથ

સોનુ સૂદે કહ્યુ કે જો જેઈઈ અને નીટની પરીક્ષા થાય તો બધા છાત્રો જે આ પરીક્ષામાં શામેલ થઈ રહ્યા છે અને તે બિહાર, અસમ, ગુજરાતમાં પૂરના કારણે ફસાયેલા હોય તો મારો સંપર્ક કરી શકે છે, મને જણાવે, હું તમારી યાત્રાની વ્યવસ્થા કરવાની કોશિશ કરીશ. હું તમને લોકોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે દરેક સંભવ મદદ કરવાની કોશિશ કરીશ. કોઈ પણ એવુ ન હોવુ જોઈએ જે પરીક્ષામાં સંશાધનોની કમીના કારણે શામેલ ન થઈ શકે.

છાત્રોએ વ્યક્ત કરી પીડા

છાત્રોએ વ્યક્ત કરી પીડા

વાસ્તવમાં એક છાત્રનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં છાત્ર પોતાની પીડાને વ્યક્ત કરી રહ્યો છે. તે કહે છે કે લોન લઈ રાખી છે, રાશન નથી, પરીક્ષા કેન્દ્ર કલાકોના અંતરે છે. પ્રાઈવેટ કાર હાયર નથી કરી શકતો કારણકે એટલા પૈસા નથી. ઘરમાં પિતા એકલા કમાનાર છે, કોવિડનુ જોખમ અલગથી છે. મારા પિતા ખૂબ ગરીબ છે, કોરોના કાળમાં અમે માંડ જીવી રહ્યા છે. એવામાં અમે કેવી રીતે પરીક્ષામાં શામેલ થઈ શકીશુ. આ વીડિયોને રીટ્વિટ કરીને સોનુ સૂદે મદદનો હાથ લંબાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સોનુ સૂદે પણ જેઈઈ-નીટની પરીક્ષા પર છાત્રોની માંગનુ સમર્થન કર્યુ હતુ.

સરકારે કર્યુ પરીક્ષાનુ સમર્થન

સરકારે કર્યુ પરીક્ષાનુ સમર્થન

વળી, સરકાર પરીક્ષાના આયોજનનુ સમર્થન કરી રહી છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે એક ટ્વિટ દ્વારા જણાવ્યુ છે કે એનટીએ ડીજીના જણાવ્યા મુજબ જેઈઈ મેઈન્સ પરીક્ષામાં બેસનાર કુલ 8.58 લાખ પરીક્ષાર્થીઓમાંથી 7.5 લાખે જેઈઈના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે જ્યારે નીટ 2020 ટેસ્ટ માટે બેસનાક 15.97 લાખ પરીક્ષાર્થીઓમાંથી લગભગ 13 લાખે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. જે દર્શાવે છે કે છાત્રો પરીક્ષાના સમર્થનમાં છે અને તે કોઈ પણ કિંમતે પરીક્ષામાં બેસવા માંગે છે.

ગુજરાતમાં સરદાર સરોવર ડેમનુ જળ સ્તર 130 મીટરને પાર, હજુ વધવાની સંભાવનાગુજરાતમાં સરદાર સરોવર ડેમનુ જળ સ્તર 130 મીટરને પાર, હજુ વધવાની સંભાવના

English summary
Sonu sood ready to help JEE NEET students to reach their exam centres.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X