For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત આવેલા દ. કોરિયાના રાષ્ટ્રપતિ, પીએમ મોદી લોન્ચ કરશે સેમસંગ પ્લાન્ટ

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ રવિવારે પોતાના પહેલા ભારત પ્રવાસે દિલ્હી પહોંચ્યા છે જે મંગળવારે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.

|
Google Oneindia Gujarati News

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન રવિવારે પોતાના પહેલા ભારત પ્રવાસે દિલ્હી પહોંચ્યા છે જે મંગળવારે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે જેમાં કોરિયાઈ સ્થિતિ પર પણ વાતચીત થશે. મૂનની આ ભારત યાત્રાનો હેતુ વેપાર અને સુરક્ષા સહયોગને વધારવાનો છે. વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહે એરપોર્ટ પર મૂનનું સ્વાગત કર્યુ. મુન સાથે તેમની પત્ની કિમ જોંગ સુક પણ આવ્યા છે અને રાષ્ટ્રપતિ ચાર દિવસો સુધી ભારતમાં રહેશે.

ઘણા મુદ્દાઓ પર થશે વાતચીત

ઘણા મુદ્દાઓ પર થશે વાતચીત

મૂન અને પીએમ મોદી વચ્ચેની વાતચીત બાદ આશા રાખવામાં આવી રહી છે કે બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય ભાગીદારી ખાસ કરીને અર્થવ્યવસ્થા ક્ષેત્રમાં મજબૂત થશે. તેમના આ પ્રવાસ પર સિયોલ સ્થિત રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવકતાનું કહેવુ છે કે બંને નેતા વાતચીત દરમિયાન ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે ભવિષ્યમાં સહયોગ આધારિત સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરશે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં રક્ષા સહયોગ ઝડપી બન્યો છે અને ત્યારબાદ આશા રાખવામાં આવી રહી છે કે તેને નવા પડાવ પર લઈ જવા વિશે વિચાર કરવામાં આવશે.

રવિવારે અક્ષરધામ મંદિર

રવિવારે અક્ષરધામ મંદિર

મૂન સોમવારે ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તે ભારત અને કોરિયા બિઝનેસ ફોરમમાં પણ શામેલ થશે. રાષ્ટ્રપતિ મૂન જે ઈન, પીએમ મોદીની સાથે ગાંધી સ્મૃતિનો પ્રવાસ પણ કરશે અને સાથે નોઈડામાં સેમસંગ પ્લાન્ટ લોન્ચ કરશે. બંને નેતા ભારત અને કોરિયાના સીઈઓની રાઉન્ડ ટેબલને પણ સંબોધિત કરશે. મૂન, રાષ્ટ્રપતિ કોવિંદ સાથે પણ મુલાકાત કરશે જે તેમના સમ્માનમાં એક ડિનરનું આયોજન કરવાના છે. પીએમ મોદી મે 2015 માં સાઉથ કોરિયાના પ્રવાસે ગયા હતા. રવિવારે મૂન પોતાની પત્ની સાથે દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિરમાં ગયા હતા.

સેમસંગના પ્લાન્ટની લોન્ચિંગ

સેમસંગના પ્લાન્ટની લોન્ચિંગ

પીએમ મોદી અને મુન નોઈડા સ્થિત સેમસંગના જે પ્લાન્ટનું લોન્ચિંગ કરવાના છે તે દુનિયાનો સૌથી મોટો સેમસંગ પ્લાન્ટ છે. આ પ્લાન્ટ નોઈડા સેક્ટર 81 માં ઓપન થઈ રહ્યો છે. મૂન સાથે તેમની કેબિનેટના ઘણા સીનિયર મિનિસ્ટર્સ અને અધિકારી પણ ભારત આવ્યા છે. સેમસંગના આ પ્લાન્ટના ઉદઘાટન માટે કંપનીના માલિક લી જે યોંગ પણ ભારત આવી ચૂક્યા છે. નોઈડાનો આ પ્લાન્ટ સન 1996 માં તૈયાર થયો હતો અને આ ભારતમાં સેમસંગની બંને યુનિટ્સમાંનો એક છે. આ પ્લાન્ટમાં સન 1997 માં ટીવીની મેન્યુફેક્ચરીંગ શરૂ થઈ તો વર્ષ 2005 માં અહીંથી મોબાઈલનું નિર્માણ શરૂ થયુ.

English summary
South Korean president Moon Jae In visiting India will hold talks with Prime Minister Narendra Modi on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X