• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Monsoon 2022: આ વર્ષે 15 મેથી આવી રહ્યુ છે ચોમાસુ, કેરળ પહેલા અહીં થશે વરસાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આવવાની સામાન્ય તારીખ 1 જૂન છે. પરંતુ, આ વખતે તે સમય પહેલા દસ્તક દઈ રહ્યુ છે. અત્યંત ભીષણ ગરમી હોવાના કારણે દેશના મોટાભાગના સ્થળો માટે આ ખુશખબરી આપતા સમાચાર છે. હવામાન વિભાગે પહેલા જ અનુમાન વ્યક્ત કર્યુ હતુ કે આ વખતે કેરળમાં 1 તારીખ પહેલા જ ચોમાસુ આવી જશે પરંતુ તે એનાથી પણ પહેલા એટલે કે 15 મેએ જ પહોંચી રહ્યુ છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સમય પહેલા ચોમાસુ આવવાનુ કારણ એ છે કે તેના માટે બધા પ્રકારની અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ બની રહી છે.

આ વર્ષે 15 મેથી આવી રહ્યુ છે ચોમાસુ

આ વર્ષે 15 મેથી આવી રહ્યુ છે ચોમાસુ

હવામાન કાર્યાલય તરફથી ગુરુવારે કહેવામાં આવ્યુ છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આ વર્ષે સમય કરતા વહેલુ આવવાનુ છે અને સંભાવના છે કે અંદમાન અને નિકોબાર ટાપુમાં 15 મેથી ચોમાસાનો પહેલો વરસાદ શરુ થઈ જશે. ભારતીય હવામાન વિભાગ તરફથી ગુરુવારે જાહેર કરાયેલ નિવેદનમાં નવી દિલ્લીમાં કહેવામાં આવ્યુ છે કે, '15 મે આસપાસ દક્ષિણ પશ્ચિમ ચોમાસાના દક્ષિણ અંદમાન સાગર અને તેની પાસેના દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં આગળ વધવાની સંભાવના છે.' હવામાન વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે વિસ્તૃત અનુમાનોએ સતત કેળમાં ચોમાસુ જલ્દી શરુ થવા લાયક અનુકૂળ પરિસ્થિતિઓ અને તેના ઉત્તર તરફ આગળ વધવા તરફ ઈશારો કર્યો છે.

આગલા પાંચ દિવસ સુધી વરસાદનુ અનુમાન

આગલા પાંચ દિવસ સુધી વરસાદનુ અનુમાન

છેલ્લા પંદર દિવસથી દેશના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ ઊંચુ તાપમાન સહન કરવાની ફરજ પડી છે અને ચોમાસાના વહેલા આગમનથી લોકો માટે આનંદના સમાચાર છે. જો કે, કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે પરંતુ આ વખતે તે 26 મેના રોજ ત્યાં પહોંચે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં આગામી પાંચ દિવસમાં વ્યાપકથી હળવા અને મધ્યમ વરસાદની સંભાવના છે. 14 થી 16 મેની વચ્ચે આ દ્વીપ સમૂહના અલગ-અલગ સ્થળોએ પણ ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 15 અને 16 મેના રોજ દક્ષિણ અંદમાન સમુદ્રમાં 40 થી 50 અને 60 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

દેશના આ ભાગોમાં ચોમાસા પૂર્વનો વરસાદ થશે.

દેશના આ ભાગોમાં ચોમાસા પૂર્વનો વરસાદ થશે.

વળી, હવામાન વિભાગે દેશના પૂર્વોત્તર વિસ્તારમાં આગામી 5 દિવસ સુધી વ્યાપકથી હળવા અને મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આસામ અને મેઘાલયમાં 12 થી 16 મે દરમિયાન પ્રી-મોન્સુન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશમાં પણ 13 થી 16 મે વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કેરળ, માહે અને લક્ષદ્વીપમાં આગામી પાંચ દિવસ સુધી વ્યાપક પરંતુ હળવા વરસાદની અપેક્ષા છે.

દેશમાં આ જગ્યાએ ચોમાસા પૂર્વનો વરસાદ

દેશમાં આ જગ્યાએ ચોમાસા પૂર્વનો વરસાદ

એ જ રીતે તેલંગાના, કર્ણાટકના ઉત્તરીય આંતરિક ભાગો અને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ-અલગ સ્થળોએ પાંચ દિવસ સુધી છૂટાછવાયા વરસાદની સંભાવના છે. બીજી તરફ દરિયાકાંઠાના અને દક્ષિણ કર્ણાટક અને તમિલનાડુમાં 12 થી 14 મે વચ્ચે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. બીજી તરફ ચક્રવાતની અસરને કારણે મધ્યપ્રદેશમાં 16મીથી પ્રિ-મોન્સુન વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યાંથી આવે છે ચોમાસુ?

ક્યાંથી આવે છે ચોમાસુ?

ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને તેનો ખરીફ પાક મોટાભાગે ચોમાસા પર નિર્ભર છે. દેશમાં 70% વરસાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર આધારિત છે. તે સામાન્ય રીતે હિંદ મહાસાગરમાંથી ચોમાસાના પવનોના આગમન સાથે શરૂ થાય છે અને 1 જૂનના રોજ કેરળના દરિયાકાંઠે અથડાય છે અને ધીમે ધીમે ભારતના સમગ્ર વર્ષને આવરી લેતા બે ભાગોમાં વિભાજિત થાય છે.બંગાળની ખાડીમાંથી નીકળતો એક ભાગ સૌપ્રથમ હિમાલય સાથે અથડાય છે અને ઉત્તર-પૂર્વમાં ચોમાસાનો વરસાદ શરૂ થાય છે. બીજો ભાગ, અરબી સમુદ્રમાંથી ઉભરીને પશ્ચિમ ઘાટ અને મહારાષ્ટ્રથી આગળ ગુજરાત અને રાજસ્થાનને વરસાદ પૂરો પાડે છે. ઉત્તર-પૂર્વથી આગળ વધતુ ચોમાસુ રાજધાની દિલ્હીમાં વરસાદ લાવે છે જેની સામાન્ય તારીખ 29 જૂન છે. સામાન્ય રીતે જૂનના અંતમાં અને જુલાઈની શરૂઆતમાં ચોમાસાના વાદળો સમગ્ર ભારતમાં આકાશને આવરી લે છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ ભારતમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી ચાલે છે. (તસવીરો - સાંકિતક)

English summary
South-west monsoon will knock in Andaman in India on May 15, Indian Meteorological Department predicted to arrive much earlier
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X