
પોતાના ઘરે જ ભાજપનો ઝંડો ફરકતો જોઈ રડી પડ્યા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર, જુઓ Video
લખનઉઃ યુપી વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાનુ મતદાન આજે સવારે 7 વાગે શરુ થઈ ગયુ છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સપા ઉમેદવારના ઘરે ભાજપનો ઝંડો ફરકાવવવામાં આવ્યો છે. એટલુ જ નહિ સપાના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય નારદ રાય ઝંડાની વાત કરતી વખતે રડવા લાગે છે અને પછી બેભાન થઈને પડી જાય છે. આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે સપાના ઉમેદવાર નારદ રાય તેમના ઘરની બહાર સરઘસ સાથે પહોંચે છે અને કાર પર ઉભા રહે છે ત્યારે કાર્યકરોની ભીડ તેમને ઘેરી લે છે. આ વીડિયોમાં નારદ રાય કહેતા સાંભળી શકાય છે કે, 'આ લોકો અમારા ઘરને આગ લગાડવા માંગે છે. મે કોઈનુ ખરાબ વિચાર્યુ નથી, મને માફ કરજો...માફ કરજો.' આટલુ કહીને નારદ રાય આગળ ઝૂકી જાય છે અને તેમના હાથમાંથી માઈક છૂટી જાય છે. ત્યારબાદ નારદ રાય ધ્રૂજારી સાથે પાછળ પડી જાય છે.
તમને જણાવી દઈએ કે નારદ રાયના મોટા ભાઈ વશિષ્ઠ રાય થોડા દિવસો પહેલા જ ભાજપમાં જોડાયા હતા. એટલુ જ નહિ વશિષ્ઠ રાયે ભાજપના ઉમેદવાર દયાશંકર સિંહને ખોરીપાકડ સ્થિત તેમના પૈતૃક નિવાસસ્થાને આમંત્રણ આપીને તેમનુ સ્વાગત કર્યુ હતુ. એ વખતે સપાના કાર્યકરોએ તેમના ઘરની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે ઘરની અંદરથી ભાજપના સમર્થનમાં સૂત્રોચ્ચાર શરુ કરવામાં આવ્યા હતા. એ વખતે લગભગ એક કલાક સુધી હોબાળો થયો હતો.
बलिया में समाजवादी पार्टी के प्रत्याशी नारद राय रैली में प्रचार पर निकले थे पीछे इनकी पत्नी जी ने घर पर बीजेपी का झंडा लगा दिया 😱
— Arun Yadav (@beingarun28) February 22, 2022
अपने घर भाजपा का झंडा देखकर नेता जी को दिल का दोरा पड़ गया और बेहोश हो गये,, बचना मुश्किल है 😭 pic.twitter.com/laINK8dXq0