For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવાની હોટલમાં કોલગર્લ્સ સાથે રંગરેલિયા મનાવતાં ઝડપાયા સપાના ધારાસભ્ય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ઓગષ્ટ: સમાજવાદી પાર્ટીના નેતા ક્યારેક પોતાના નિવેદનોને લઇને તો ક્યારેક ગુંડાગર્દીને લઇને મોટાભાગે ચર્ચામાં રહે છે. આ વખતે સપાના એક ધારાસભ્ય એક અલગ જ મુદ્દાને લઇને ચર્ચામાં છે.

જી હાં ઉત્તરપ્રદેશના સીતાપુર જિલાની સેવતા વિધાનસભાના સીટ પરથી સપાના ધારાસભ્ય મહેન્દ્ર સિંહ ઉર્ફે ઝીનબાનુને મંગળવારે રાત્રે ત્રણવાગે ગોવાની એક હોટલ વિવા-ગોવામાંથી વેશ્યાવૃત્તિના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મહેન્દ્ર સિંહ ઉર્ફે ઝીનબાબુની ઉંમર 55 વર્ષની છે. તો બીજી તરફ પોલીસે આ હોટલમાંથી દેહવેપારમાં લુપ્ત છ છોકરીઓને પણ મુક્ત કરાવી છે.

પોલીસે સપા ધારાસભ્યની સાથે 5 લોકોની ધરપકડ કરી લીધી છે જેમાં સિવિલ લાયસન્સ સીતાપુર નિવાસી અજય પ્રતાપ સિંહ અને લખનઉના ધર્મેન્દ્ર પ્રસાદ પણ સામેલ છે. સેક્સ રેકેટના માસ્ટર માઇન્ડ પોલીસને છેતરીને નાસીછૂટવામાં સફળ રહ્યાં છે.

ધારાસભ્યને 6 દિવસની કસ્ટડીમાં મોકલ્યા

ધારાસભ્યને 6 દિવસની કસ્ટડીમાં મોકલ્યા

પોલીસે બધા લોકોને 6 દિવસની કસ્ટડીમાં મોકલી દિધા છે તો બીજી તરફ દેહવેપારમાં લુપ્ત છોકરીઓને સરકારી સંરક્ષણગૃહમાં મોકલી દિધી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ હોટલમાં જોરદાર મ્યૂઝિક વાગતું હોવાની ફરિયાદના આધારે રેડ પાડવામાં આવી હતી તો હોટલમાં નજારો કંઇક અલગ જ હતો.

ધારાસભ્ય કોલગર્લ્સ સાથે ઝડપાયા

ધારાસભ્ય કોલગર્લ્સ સાથે ઝડપાયા

પોલીસે સપા ધારાસભ્યને કોલગર્લ્સની સાથે આપત્તિજનક સ્થિતીમાં ઝડપી પાડ્યા હતા. મંગળવારે બધા આરોપીઓને પણજીમાં પ્રથમ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના સમક્ષ રજૂ કરવામાં આવશે. કોર્ટે તેમની જામીન અરજી નકારી કાઢતાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દિધા છે.

ધારાસભ્ય કૈસિનોમાં પણ ગયા હતા

ધારાસભ્ય કૈસિનોમાં પણ ગયા હતા

પોલીસ ઇન્સપેક્ટર પ્રભુદેસાઇના અનુસાર પૂછપરછમાં ધારસભ્યએ સ્વિકાર્યું હતું કે તે પહેલાં પણ સાથીઓની સાથે ગોવા આવતાં રહ્યાં છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે તે હોટલ પહોંચતાં પહેલાં એક કૈસિનોમાં પણ ગયા હતા.

મોજમસ્તી માટે તે ગોવા આવ્યા હતા

મોજમસ્તી માટે તે ગોવા આવ્યા હતા

મહેન્દ્ર સિંહ ઉત્તરી ગોવામાં એક ટાપૂ પર બનેલી હોટલમાં રોકાયા હતા, પરંતુ મોજમસ્તી માટે તે વિવા-ગોવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે જ સીતાપુર પોલીસ પાસેથી તેમની ધારાસભ્ય હોવાની પુષ્ટિ થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ 1996થી ધારાસભ્ય છે. આ પહેલાં પણ સીતાપુરના કીઢીપુરવાના ચર્ચિત દુષ્કર્મ કાંડમાં તેમનું નામ ઉછળ્યું છે.

English summary
Samajwadi Party MLA Mahendra Singh along with 6 others was arrested by the Goa police following a raid at a Panaji dance bar. Police said Mr Singh, a four time MLA from Sitapur constituency in UP, has been booked under the Anti-Prostitution Act.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X