For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વ્યક્તિએ 16 ભારતીયોના જીવ બચાવ્યા, અરબમાં ફસાયા હતા

સંયુક્ત આરબ અમિરાતમાં હત્યા અને દારૂની તસ્કરી મામલે ફસાયેલા 16 ભારતીય યુવકોને હોટલ કારોબારી અને સમાજસેવી ડોક્ટર એસપી ઓબેરોય ઘ્વારા બચાવવામાં આવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સંયુક્ત આરબ અમિરાતમાં હત્યા અને દારૂની તસ્કરી મામલે ફસાયેલા 16 ભારતીય યુવકોને હોટલ કારોબારી અને સમાજસેવી ડોક્ટર એસપી ઓબેરોય ઘ્વારા બચાવવામાં આવ્યા છે. જેમાંથી 15 પંજાબ અને 1 યુવક બિહારનો છે. દુબઈમાં એક પાકિસ્તાની નાગરિક અને એક ભારતીયની હત્યા મામલે આ લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી. તેમને હત્યા મામલે ફાંસીની સજાનો સામનો કરી રહેલા 11 ભારતીયોનો જીવ 50 લાખ રૂપિયા બ્લડ મની આપીને બચાવ્યા. જેમાંથી 10 યુવકો હાલમાં જ વતન આવી ગયા છે. બધા જ તેમના પરિવાર પાસે કુશળતાથી પહોંચાડી દેવામાં આવ્યા છે. એક વ્યક્તિ જલ્દી ત્યાંથી આવી જશે. આ પહેલા પંજાબના ચાર અને બિહારના એક વ્યક્તિને ત્યાંથી બચાવીને લાવવામાં આવ્યો હતો.

punjab

શરબત દા ભલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રધાન ડોક્ટર એસપી ઓબેરોયે બચાવવામાં આવેલા યુવકો સાથે જાલંધરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું કે તાજા મામલામાં તેમને 11 યુવકોને બચાવ્યા છે. તેમને કહ્યું કે 10 યુવકો ભારત આવી ગયા છે અને એક યુવક થોડા જ દિવસોમાં આવી જશે. ડોક્ટર એસપી ઓબેરોયે જણાવ્યું હતું કે આ પહેલા પણ તેમની સંસ્થા ઘ્વારા 5 યુવકોને બચાવવામાં આવ્યા હતા. દુબઈના શારજાહમાં નવેમ્બર 2011 દરમિયાન યુપીના જિલ્લા આઝમગઢના ગામ શેખા પુરમાં 38 વર્ષના યુવક વીરેન્દ્ર ચૌહાણનું ખૂન થયું હતું. તેમાં બિહાર નિવાસી ધર્મેન્દ્ર કુમાર, પંજાબના યુવકોમાં હરવિંદર સિંહ, રણજિત સિંહ, દલવિન્દર સિંહ અને સુચ્ચાં સિંહને દોશી જાહેર કરવામાં આવ્યા હતા. આ બધાને 21 લાખ રૂપિયા બ્લડ મની આપીને બચાવવામાં આવ્યા હતા.

બીજો મામલો એલઇન શહેરમાં જુલાઈ 2015 દરમિયાન માર્યા ગયેલા પેશાવર (પાકિસ્તાન) નિવાસી મોહમ્મદ ફરહાનનો હતો. જેમાં 11 પંજાબી યુવકોને વર્ષ 2016 દરમિયાન દોષી જાહેર કરવામાં આવ્યા અને તેમને ફાંસીની સજા આપવામાં આવી. આ બધા જ હાલમાં ભારત પહોંચી ગયા છે. ડોક્ટર એસપી ઓબેરોય ઘ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2011 પછી ટ્રસ્ટ ઘ્વારા 93 ભારતીયોને 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને બચાવવામાં આવ્યા છે. જેમાંથી વધારે મોટાભાગે પંજાબના લોકો છે.

English summary
SP Singh Oberoi saved life of 16 Indians
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X