For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિદમ્બરમને સીબીઆઈ કોર્ટમાંથી ઝટકો, ન્યાયિક કસ્ટડી 3 ઓક્ટોબર સુધી લંબાવાઈ

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની જામીન અરજીને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની જામીન અરજીને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે ત્રીજી વાર અરજી આગળ લંબાવી છે. આ કેસમાં જામીન માટે પી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટનો પણ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ સર્વોચ્ચ અદાલતે પણ જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. હવે આ કેસમાં 23 સપ્ટેમ્બરના રોજ દિલ્લી હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.

p Chidambaram

14 દિવસની કસ્ટડીનો સમાપ્ત થયા બાદ ચિદમ્બરમને ગુરુવારે વિશેષ ન્યાયાધીશ અજય કુમાર કુહરની અદાલતમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. ચિદમ્બરમના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ન્યાયિક કસ્ટડીનો સમય લંબાવીને સીબીઆઈનો અનુરોધનો વિરોધ કર્યો હતો. સિબ્બલે અદાલતને અનુરોધ કર્યો કે ચિદમ્બરનને ન્યાયિક કસ્ટડી દરમિયાન તિહાર જેલમાં સમયે સમયે મેડીકલ તપાસ તથા પર્યાપ્ત માત્રામાં પૂરક આહાર પૂરો પાડવામાં આવે.

તેમણે કહ્યુ કે 73 વર્ષીય ચિદમ્બરમે ઘણી બિમારીઓ છે અને કસ્ટડીમાં તેમનુ વજન પણ ઘટ્યુ છે. સુનાવણી દરમિયાન સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતાનો પક્ષ રાખીને કહ્યુ કે જેલમાં જે નિયમ છે તેમનુ પાલન થઈ રહ્યુ છે પરંતુ આ મામલે સેન્સેશન બનાવવાની કોશિશ ન કરવામાં આવે, જો ચિદમ્બરને કોઈ વસ્તુની જરૂર હોય તો તે તિહાર જેલને અરજી આપી શકે છે કે પછી જણાવી શકે છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં પીએમ મોદી બોલ્યા, 'કાશ્મીર અમારુ છે, હવે દરેક હિંદુસ્તાની કહેશે'આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં પીએમ મોદી બોલ્યા, 'કાશ્મીર અમારુ છે, હવે દરેક હિંદુસ્તાની કહેશે'

English summary
special court in Delhi extends Congress leader P Chidambaram's judicial custody till 3rd October
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X