For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ અધ્યક્ષ અમિત શાહને મોટી રાહત, વિશેષ કોર્ટે બે કેસ ફગાવ્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મોટી રાહત મળી છે. એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટે શાહ સામે નોંધાયેલા બે કેસ ફગાવી દીધા છે.

|
Google Oneindia Gujarati News

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મોટી રાહત મળી છે. એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટે શાહ સામે નોંધાયેલા બે કેસ ફગાવી દીધા છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન અમિત શાહ સામે આ બે કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશના શામલી અને મુઝફ્ફરનગરમાં આ કેસ ફાઈલ કરવામાં આવ્યા હતા. બંને કેસમાં ભાષણ દ્વારા લોકોને ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ બંને કેસોમાં પોલિસે ફાઈનલ રિપોર્ટ લગાવી દીધી છે.

આ પણ વાંચોઃ આજે પણ સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમતમાં પણ ઘટાડોઆ પણ વાંચોઃ આજે પણ સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમતમાં પણ ઘટાડો

શું હતો મામલો

શું હતો મામલો

2014માં લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તરપ્રદેશમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રેલીઓ કરી રહ્યા હતા. તેમની રેલી જ્યારે ઉત્તરપ્રદેશના શામલી જિલ્લામાં આયોજિત થઈ તો તેમના પર આરોપ લગાવ્યો કે ભાષણ દરમિયાન તેમણે જનમાનસની ભાવનાઓને ભડકાવવાનું કામ કર્યુ છે. આ મામલે અમિત શાહની વિરોધમાં કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો.

જનભાવના ભડકાવવાનો આરોપ

જનભાવના ભડકાવવાનો આરોપ

આવો જ એક કેસ મુઝફ્ફરનગરમાં ફાઈલ થયો. ત્યાં પણ અમિત શાહની રેલી દરમિયાન જનમાનસની ભાવનાઓને ભડકાવવાનો કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો. બંને કેસોમાં પોલિસે ચાર્જશીટ લગાવીને કોર્ટમાં કેસ દાખલ કરી દીધો હતો.

4 વર્ષથી પેન્ડીંગ હતા કેસ

4 વર્ષથી પેન્ડીંગ હતા કેસ

આ બંને કેસ છેલ્લા ચાર વર્ષથી પેન્ડીંગ હતા. પ્રયાગરાજમાં એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટ શરૂ થઈ ગયા બાદ બંને કેસો ટ્રાન્સફર થઈને આવ્યા હતા. જેના પર સ્પેશિયલ જજે સુનાવણી શરૂ કરી તો આ બંને કેસોમાં પુરાવા ન હોવાની જાણકારી કોર્ટને આપવામાં આવી. જેના આધાર પર સોમવારે સ્પેશિયલ કોર્ટે અમિત શાહ પર ફાઈલ થયેલા બંને કેસો ફગાવી દીધા છે. હાલમાં એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટમાં કેસ ફગાવી કરવાનો આ મોટો કેસ પહેલી વાર સામે આવ્યો છે.

આ પણ વાંચોઃ Twitterના CEO જેક દોરજીએ રાહુલ ગાંધીને બતાવ્યુ પોતાનુ ટેટુ, ફોટા વાયરલઆ પણ વાંચોઃ Twitterના CEO જેક દોરજીએ રાહુલ ગાંધીને બતાવ્યુ પોતાનુ ટેટુ, ફોટા વાયરલ

English summary
Special Court rejects two case against BJP president Amish Shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X