For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 ચૂંટણી પહેલા EVM-VVPATને લઈ ચૂંટણી પંચની ખાસ તૈયારી

2019 ચૂંટણી પહેલા EVM-VVPATને લઈ ચૂંટણી પંચની ખાસ તૈયારી

|
Google Oneindia Gujarati News

ચૂંટણી આયોગે 2019 લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આના માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) અને વોટર વેરીફાએબલ પેપર ઑડિટ ટ્રેલ (વીવીપેટ)ને ચેક કરી દરેક રાજ્યોમાં સમયસર મોકલવાની કવાયત શરૂ કરી દીધી છે. આયોગની કોશિશ છે કે લોકસભા ચૂંટણી પહેલા દરેક રાજ્યોમાં મશીન યોગ્ય રીતે પહોંચાડી શકાય. આખરી સમયે કોઈ અડચણ પેદા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા અધિકારીઓને પહેલા સ્તરનું ચેકિંગ અને ટ્રેનિંગ આપવાની પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે. આયોગની કોશિશ છે કે દેશના 10.6 લાખ પોલિંગ બૂથો પર 100 ટકા મશીનોની સપ્લાઈ પૂરી કરી શકાય છે.

VVPATથી ચૂંટણી થશે

VVPATથી ચૂંટણી થશે

2019ની લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચને મોટી સંખ્યામાં ઈવીએમ અને વીવીપેટની જરૂરત પડશે, આના માટે ચૂંટણી આયોગ મશીન બનાવતી કંપનીઓના મુખ્ય પ્રબંધ નિદેશકોના સંપર્કમાં છે. ભાવી લોકસભા ચૂંટણીઓ માટે ચૂંટણી આયોગ અંદાજીત 22.3 લાખ બેલટ યૂનિટ, 16.3 લાખ કંટ્રોલ યૂનિટ અને લગભગ 17.3 લાખ વીવીપેટ મશીનોની જરૂરત પડશે. અગાઉ પાછલા મહિને જયપુરમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે કહ્યું હતું કે આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પહેલી વાર તમામ 200 વિધાનસભા ચૂંટણી ક્ષેત્રમાં વીવીપેટ અને ઈવીએમ એમ3 મશીનો દ્વારા મતદાન કરાવવામાં આવશે. એમણે કહ્યું કે રાજ્યના 51796 મતદાન કેન્દ્રો પર ઈવીએમની સાથે VVPATનો ઉપયોગ પણ કરવામાં આવશે.

વિપક્ષોએ ઉઠાવ્યા હતા સવાલ

વિપક્ષોએ ઉઠાવ્યા હતા સવાલ

જણાવી દઈએ કે વર્ષ 2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું પરિણામ એકતરફું ભાજપ તરફી ગયા બાદથી જ ઈવીએમની વિશ્વસનીયતાને લઈને વિપક્ષી દળોએ સવાલ ઉઠાવ્યા હતા. ચૂંટણી આયોગને પણ આ મામલે ફરિયાદ કરી ચૂક્યા છે. દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે તો વિધાનસભામાં ડેમો આપીને સાબિત કરવાની કોશિશ કરી હતી કે ઈવીએમમાં ગડબડી થઈ શકે છે. જો કે, ચૂંટણી આયોગ હંમેશાથી ઈવીએમની વિરુદ્ધમાં અવાજ ઉઠાવતા દળોને ચેલેન્જ કરતા રહ્યા છે. હવે રાજસ્થાન ચૂંટણીમાં આયોગે દરેક વિધાનસભામાં ઈવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.

એક્સેસેબિલિટી સુપરવાઈઝરની નિયુક્તી થશે

એક્સેસેબિલિટી સુપરવાઈઝરની નિયુક્તી થશે

રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં થનાર ચૂંટણી પ્રક્રિયાઓ વિશે જાણકારી આપતા મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે રાજ્યના વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર એક્સેસેબિલિટી સુપરવાઈઝરની નિયુક્તી કરવામાં આવશે અને રાજ્યના દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં ઓછા એક મતદાન કેન્દ્ર પર સંપૂર્ણ રપે મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન દળ ગઠિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીના રોડ શોમાં થયો ધમાકો, જાનહાની ટળીરાહુલ ગાંધીના રોડ શોમાં થયો ધમાકો, જાનહાની ટળી

English summary
special planning of evm-vvpat of election commission before general election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X