For Quick Alerts
For Daily Alerts
પુરી અને શિરડી વચ્ચે નવી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરાશે
ભુવનેશ્વર, 8 માર્ચ : દૈનિક ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને ઇસ્ટ કોસ્ટ રેલવે ગરમીની ઋતુમાં જગન્નાથ પુરી અને સાંઇ ધામ શિરડીની વચ્ચે વિશેષ રેલગાડી ચલાવવાનું આયોજન કર્યું છે. રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી વિજ્ઞપ્તિમાં જણાવ્યા અનુસાર 02745 સાઇનગરી શિરડી-પુરી વિશેષ રેલગાડી પાંચ એપ્રિલથી 28 જૂન સુધી દરેક શુક્રવારે પુરીથી રાત્રે 11 .35 કલાકે ચાલશે અને રવિવારે સવારે 8.25 મિનીટ પર શિરડી પહોંચશે.
સાત એપ્રિલથી 30 જૂન સુધી આ ટ્રેન દરેક રવિવારે બપોરે એક વાગે શિરડી જવા રવાના થશે અને આગલા દિવસે રાત્રે 10.55 મીનિટે પહોંચશે. જાહેરાત અનુસાર આ ટ્રેનમાં એક એસી, સેકન્ડ ક્લાસ સ્લીપર કોચ, બે એસી ઠ્રી ટાયર સ્લીપર કોચ, નવ સ્લીપર ક્લાસ ડબ્બા, છ સામાન્ય દ્વિતીય શ્રેણીના ડબ્બા અને એક રસોઇ ડબ્બો હશે.
આ ટ્રેન ખુર્દા રોડ, ભુવનેશ્વર, ઢેંકાનાલ, તાલચેર રોડ, સંબલપુર, બારગઢ રોડ, બાલનગીર, તિતલાગઢ, કાંટાબાજી, રાયપુર, દુર્ગ, ગોંડિયા, નાગપુર, વર્ધા, બાદનેરા, અકોલા, ભુવનેશ્વર, મનમાડ, કોપારગામ અને પુટામ્બામાં રોકાશે.