• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફાઈટર હેલિકોપ્ટર Apache અડધી રાત્રે પણ ઉડાવી શકે પાકિસ્તાનના હોશ, IAFનું ખતરનાક હથિયાર

|

નવી દિલ્હીઃ દુનિયાનું સૌથી મોટું એડવાન્સ્ડ અટેક હેલિકોપ્ટર અપાચે આજે સત્તાવાર રીતે ઈન્ડિયન એરફોર્સનો ભાગ બની ગયું છે. આ હેલિકોપ્ટર પાકિસ્તાન બોર્ડરથી 30 કિમી પઠાણકોટ પર તહેનાત કરવામાં આવ્યું છે. આઈએએફ ચીફ, એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ આ હેલીકોપ્ટરને આઈએએફ સોંપ્યુ. આઠ અપાચે હેલિકોપ્ટર હવે પાકિસ્તાનથી થોડા કિમીના અંતરે જ છે. એટલે કે જો પાડોસીએ કોઈ હરકત કરી તો આ વખતે સૌથી ખતરનાક હથિયારથી આઈએએફ જવાબઆપવા માટે તૈયાર છે. આવો ત્યારે અપાચેની ખૂબીઓ વિશે જણાવીએ...

દરેક વાતાવરણમાં ઉડાણ ભરી શકે છે અપાચે

દરેક વાતાવરણમાં ઉડાણ ભરી શકે છે અપાચે

અપાચેને અપાચે ગાર્ડિયન હેલિકોપ્ટરના નામથી પણ ઓળખવામાં આવે છે. એએચ-64ઈ(1) અપાચે ગાર્ડિયન એક એડવાંસ્ડ અને દરેક વાતાવરણમાં હુમલો કરવાની ક્ષમતાથી સજ્જ હેલિકોપ્ટર છે જેને જમીન ઉપરાંત હવામાં રહેલ દુશ્મનો પર પણ હુમલો કરવામાં પ્રયોગમાં લઈ શકાય છે. આ હેલિકોપ્ટર ઓછી ઉંચાઈ પર વૃક્ષો અને પહાડોની વચ્ચે પણ ઉડાણ ભરી શકે છે અને દુશ્મનને જડથી ઉખેડી ફેંકવામાં મહારથ ધરાવે છે. અફઘાનિસ્તાનમાં અપાચેએ પોતાની શ્રેષ્ઠતાને સાબિત કરી છે. પ્રિન્સ હૈરી આ હેલિકોપ્ટરને ઉડાવી ચૂક્યા છે. જે સમયે પ્રિંસ હૈરી અફઘાનિસ્તાનમાં ડેપ્લૉય્ડ હતા, તે સમયે તેઓ આ હેલિકોપ્ટરના પાયલોટ હતા. પ્રિન્સ હેરી મુજબ દુશ્મનોમાં દહેશત પેદા કરવા માટે આ હેલિકોપ્ટરનું માત્ર નામ જ કાફી હતું.

રડારમાં નહિ પકડાય અપાચે

રડારમાં નહિ પકડાય અપાચે

બોઈંગનું અપાચે ચાર બ્લેડવાળુ અને ટ્વિન એન્જિનવાળુ હેલીકોપ્ટર છે. અપાચે દુનિયાનું પહેલુ એવુ અટેક હેલીકોપ્ટર છે જે રડારની પકડથી દૂર છે. આના કોકપિટમાં બે લોકોની ક્રૂની જગ્યા છે. પઠાણકોટમાં રુસી હેલીકોપ્ટર એમઆઈ-35નુ એક યુનિટ છે. અને આ યુનિટને રિટાયર કરી દેવામાં આવ્યુ છે. હવે આની જગ્યા એડવાન્સ્ડ હેલીકોપ્ટર અપાચેના યુનિટ આઈએએફ માટે તૈયાર છે. અપાચેમાં સેન્સરની મદદથી આ પોતાના દુશ્મનોને સહેલાઈથી શોધી તેમનો ખાતમો કરી શકે છે. સાથે જ આમાં નાઈટ વિઝન સિસ્ટમ પણ ઈન્સ્ટૉલ છે.

અપાચેમાં ખતરનાક હથિયાર

અપાચેમાં ખતરનાક હથિયાર

અપાચેમાં 30 મિલિમીટરની એક એમ230 ચેન ગનને મેન લેન્ડિંગ ગિયરની વચ્ચે ઈન્સ્ટોલ કરવામાં આવી છે અને આ હેલિકોપ્ટરની સ્ટ્રાઈકિંગ કેપેસિટીને બેગણી કરે છે. વર્ષ 2020 સુધી ભારત પાસે 22 અપાચે હેલિકોપ્ટર હશે. ભારત દુનિયાનો 14 એવો દેશ બનીગયું છે જ્યાંની સેનાઓ અપાચે ઓપરેટ કરી રહી છે. સપ્ટેમ્બર 2015માં ભારત સરકારે અપાચેની ખદીરીને મંજૂરી આપીદીધી હતી. વર્ષ 2017માં સેના માટે અતિરિક્ત છ અપાચે હેલિકોપ્ટર્સ ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી.

અપાચેની ખતરનાક મિસાઈલ

અપાચેની ખતરનાક મિસાઈલ

અપાચેના ચાર મહત્વના બિંદુ તેના પંખા ઉપર સ્થિત છે. જેમાં એક એજીએમ-114 હેલફાયર મિસાઈલ અને હાઈડ્રા 70 રોકેટ પૉડ્સ ફિટ કરવામાં આવ્યા છે. અપાચેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે અહીં વૉર જોનમાં લડાઈ સમયે તે જરા પણ ફેલ ન થાય. અપાચે દુનિયાના એવા સિલેક્ટેડ હેલિકોપ્ટર્સમાં સામેલ છે જે કોઈપણ વાતાવરણમાં કોઈપણ સ્થિતિમાં દુશ્મન પર હુમલો કરી શકે છે. હેલિકોપ્ટરમાં ઈન્સ્ટૉલ એરફ્રેમમાં કેટલાકનો વજન 2500 પાઉન્ડ એટલે કે 1100 કિલો છે. આ એરફ્રેમ હેલિકોપ્ટરને કોઈપણ બેલેસ્ટિક હુમલાથી સુરક્ષિત રાખે છે.

પહેલી ઉડાણ 1975માં

પહેલી ઉડાણ 1975માં

એપ્રિલ 1986માં અપાચેને અમેરિકનસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. વર્ષ 1981 સુધી એએચ-64 નામથી ઓળખાતું હતું પરંતુ બાદમાં અપાચે નામ આપવામાં આવ્યું. અમેરિકી સેનામાં તે સમયે પોતાના હેલિકોપ્ટરનું નામ અમેરિકી ભારતીય જનજાતીય નામો પર રાખતું હતું. અપાચેને અમેરિકી સેનાના એડવાન્સ્ડ અટેક હેલિકોપ્ટર પ્રોગ્રામ માટે ડેવલપ કર્યું હતું. તે સમયે અમેરિકી સેના એએચ-1 કોબરા હેલિકોપ્ટરનો પ્રયોગ કરી હતી. અપાચેએ 30 સપ્ટેમ્બર 1975ના રોજ પહેલી ઉડાણ ભરી હતી.

Video: પાકિસ્તાન બૉર્ડરથી 30 કિમી દૂર પઠાણકોટમાં તૈનાત 8 અટેક હેલીકોપ્ટર અપાચેVideo: પાકિસ્તાન બૉર્ડરથી 30 કિમી દૂર પઠાણકોટમાં તૈનાત 8 અટેક હેલીકોપ્ટર અપાચે

English summary
specialty and installed systems in apache helicopter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X