For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SpiceJet એરહોસ્ટેસે કેમ કહ્યું "આ રેપથી ઓછું છે શું?"

સ્પાઇસજેટ એરલાઇન્સની એરહોસ્ટેસે કંપની પર કપડા ઉતારીને ચેકિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. જાણો આ સમગ્ર ખબર અંગે વધુ માહિતી અહીં.

|
Google Oneindia Gujarati News

સ્પાઇસજેટ એરલાઇન્સની એરહોસ્ટેસે કંપની પર કપડા ઉતારીને ચેકિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. કેબ્રિન ક્રૂનું કહેવું છે કે ગત કેટલાક દિવસોથી તેમને આ રીતે ચેક કરવામાં આવી રહ્યા છે. ફ્લાઇટથી ઉતરીને ક્રૂને કપડા ઉતારી ચેક કરાવવામાં આવે છે. અને પીરિયડ્સમાં હોય તેવી એરહોસ્ટેસની પણ ઝડતી લેવામાં આવી રહી છે. કેબિન ક્રૂ મેમ્બરે ગુડગાંવ સ્થિત કંપનીની ઓફિસમાં આ અંગે ફરિયાદ કરી છે. જે પર મેનેજમેન્ટે હાઇ લેવલ મિટિંગ કરવાનું આશ્વાસન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ અંગે એનડીટીવીએ ખબર છાપતા આ વિવાદ સામે આવ્યો હતો. વળી ચેકિંગ થઇ હોવાનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

spicejet

જેમાં કેટલીક એરહોસ્ટેસે આ ચેકિંગનો વિરોધ કર્યો છે. વિરોધ કરનાર ક્રૂનું કહેવું છે કે એરલાઇનને શંકા છે કે ફ્લાઇટના ખાવાના પૈસા આ એરહોસ્ટેસ દ્વારા પોતાની પાસે રાખવામાં આવે છે. માટે જ તેમણે ફ્લાઇટ લેન્ડ થાય તે પછી વોશરૂમ પણ નથી જવા દેવામાં આવતા. એક મહિલાએ આ મામલે કહ્યું કે જે રીતે ચેકિંગ થાય છે તે કોઇ રેપ કે મોલેસ્ટેશનથી ઓછું નથી. જો કે બીજી તરફ ચેન્નઇમાં સ્પાઇસજેટના એક વરિષ્ઠ અધિકારીએ આ આરોપોને આધારહિન જણાવ્યા છે અને કહ્યું છે કે વિષયે તે વધુ કંઇ પણ નથી કહેવા ઇચ્છતા

English summary
Spicejet cabin crew alleged that they are being strip searched by women personnel for past days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X