Sputnik V વેક્સીન ભારત પહોંચી, ટૂંક સમયમાં જ ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે
નવી દિલ્હીઃ માર્ચ મહિનાથી જેનો ઈંતેજાર આખો દેશ કરી રહ્યો હતો તે સમય આખરે આવી ગયો છે. ભારતમાં કોરોના કાળ વચ્ચે કોરોનાની વેક્સીન પહોંચી ગઈ છે. મળી રહેલી માહિતી મુજબ રશિયાની સ્પુતનિક વેક્સીન ભારત પહોંચી ગઈ છે. આજે Sputnik V Vaccine હૈદરાબાદ પહોંચી ગઈ છે, અને ટૂંક સમયમાં જ આ રશિનું ક્લિનિકલ ટ્રાયલ ભારતમાં શરૂ થશે. વધુ માહિતી માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.
Pfizer કંપનીએ સફળ કોરોના વેક્સીન મળી ગઈ હોવાનો દાવો કર્યો
જણાવી દઈએ કે હૈદરાબાદ ખાતે આવેલી ફાર્માસ્યુટિકલ કંપની ડૉ રેડ્ડીની લેબોરેટરીમાં Sputnik V વેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાનું માનવીય રીક્ષણ કરવામાં આવશે. રશિયાથી આવેલી આ વેક્સીનના કન્ટેનરમાંથી વેક્સીન અનલોડ થઈ રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. જેમાં Sputnik V અને Dr Reddyનો લોગો છે.
બુધવારે રશિયાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે, 'આ રસીનો અસરકારકતા દર 92 ટકા જેટલો છે.' આ વેક્સીન કોરોના સામે કેટલી અસરકારક અને સુરક્ષિત છે તે તો પરીક્ષણ બાદ જ જાણી શકાશે.