શ્રીલંકા નેવીએ ભારતીય માછીમારો પર કર્યો હુમલો, ઘૂસણખોરીનો લગાવ્યો આરોપ
શ્રીલંકાની નેવી (નૌકાદળ)એ ભારતીય માછીમારોના એક દળ પર સોમવારે (26 ઓક્ટોબર) હુમલો કર્યો. જેમાં એક ભારતીય માછીમાર ઘાયલ થઈ ગયો છે. રિપોર્ટ મુજબ શ્રીલંકન નૌકાદળે ભારતીય માછીમારો પર ઘૂસણખોરી કરવાનો આરોપ લગાવીને હુમલો કર્યો છે. હુમલામાં ઘાતક હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્રીલંકાનો આરોપ છે કે આ માછીમારો તેમની સીમામાં બળજબરીથી ઘૂસ્યા હતા.

માછીમારોએ આંતરરાષ્ટ્રીય સીમાના ઉલ્લંઘનથી કર્યો ઈનકાર
એનડીટીવીના રિપોર્ટ મુજબ માછીમારોએ એ વાતનો ઈનકાર કર્યો છેકે તે શ્રીલંકાના પાણીમાં ઘૂસ્યા હતા. કથિત રીતે પત્થર ફેંકવામાં આવ્યા અને તેમની જાળ ફાડી નાખવામાં આવી છે. અધિકારીઓએ કહ્યુ કે હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ નથી અે તે ઘટનાની તપાસ કરી રહ્યા છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ બધા માછીમારો તટ પર પાછા આવી ગયાછે. કોઈએ કોઈ ફરિયાદ આપી નથી. ઘાયલ માછીમાર તમિલનાડુના રામેશ્વરમનો રહેવાસી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ શ્રીલંકાને આ ઘટનાની અધિકૃત માહિતી આપીને તેમને આ વિશે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યુ છે.

જાણો શું રહ્યો છે વિવાદ
તમને જણાવી દઈએ કે ઐતિહાસિક રીતે ભારતીય અને લંકાના માછીમારો સીમા પારથી માછલી પકડતા રહે છે. જો કે, આંતરરાષ્ટ્રીય સીમા રેખા નક્કી થયા બાદ શ્રીલંકાએ ભારતીય માછીમારોને પ્રવેશને રોકવાનુ શરૂ કરી દીધુ હતુ, ખાસ કરીને લિટ્ટે(લિબરેશન ટાઈગર્સ ઑફ તમિલ ઈલમ)ની હાર બાદથી.

બે લાખ માછીમારો તમિલનાડુમાં રહે છે
આ પહેલા ભારતના કટચેહેવુ દ્વીપને શ્રીલંકામાં સ્થાનાંતરિત કરવાથી ભારતીય માછીમારો માટે માછલી પકડવાની જગ્યા ઘટી ગઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાએ શ્રીલંકા સામે એક પટ્ટા સમજૂતીનો પ્રસ્તાવ મૂક્યો હતો જેથી તમિલનાડુના માછીમારોને કાનૂની રીતે લંકાના પાણીમાં માછલી પકડી શકે. લગભગ બે લાખ માછીમારો તમિલનાડુમાં રહે છે. રાજ્ય અને કેન્દ્રમાં સફળ સરકારોએ પણ માછલી પકડવા પર નિર્ભર બે લાખ લોકો માટે એક સ્થાયી વૈકલ્પિક આજીવિકાના અવસર વિકસિત કર્યા નથી.
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ કોરોનાથી નિધન