For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૌન શોષણના આરોપી શ્રી મુરુઘ મઠના પૂજારી શિવમૂર્તિ હૉસ્પિટલમાં થયા ભરતી, 14 દિવસની કસ્ટડીમાં મોકલાયા હતા

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ કર્ણાટકના લિંગાયત સમાજના શ્રી મુરુઘ મઠના મુખ્ય પૂજારી શિવમૂર્તિ મુરુઘ શરણારુને ચિત્રદુર્ગની જિલ્લા હૉસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લઈ જવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓનુ જાતીય શોષણ કરવાના આરોપમાં ગયા ગુરુવારે રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ કેસના બીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. મઠાધિપતિની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે.

saint

તમને જણાવી દઈએ કે લિંગાયત મઠના મુખ્ય પૂજારી શિવમૂર્તિ મુરુઘ શરણારુ એ જ પૂજારી છે જેમના પર મઠ દ્વારા સંચાલિત સંસ્થામાં રહેતી બે છોકરીઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ યુવતીઓએ એક સામાજિક સંસ્થાનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. જેના પછી સંગઠને પોલીસને જાણ કરી અને સંત વિરુદ્ધ પૉક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો. સગીર છોકરીઓના યૌન શોષણના કેસમાં તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે ગુરુવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવ્યા બાદ મઠાધિપતિની ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, જેલમાં મોકલ્યા પછી તેને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ. જેના પછી તેને તપાસ માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ દરમિયાન ચિત્રદુર્ગના પોલીસ અધિક્ષકે જણાવ્યુ કે આ કેસમાં અન્ય એક આરોપી રશ્મિની પણ ધરપકડ કરવામાં આવી છે.

આરોપ છે કે મઠ દ્વારા સંચાલિત શાળામાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી 15 અને 16 વર્ષની બે છોકરીઓનું યૌન શોષણ થયું હતું. મઠાધિપતિ પર પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કારણ કે પીડિતોમાંથી એક અનુસૂચિત જાતિની છે. વકીલોએ તેમના પત્રમાં હાઈકોર્ટને ન્યાયના હિતમાં તપાસની દેખરેખમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે જેથી તપાસ મુક્ત અને ન્યાયી રીતે થઈ શકે. આ સિવાય અહીંની એક સ્થાનિક કોર્ટે મઠાધિપતિની આગોતરા જામીન અરજી પર સુનાવણી આજે એટલે કે શુક્રવાર માટે મુલતવી રાખી હતી.

English summary
Sri Murugh Math priest accused of sexual abuse admitted to Shivamurthy Hospital, was sent to 14-day custody
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X