For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Google Queen : શ્રીદેવીને એક જ દિવસમાં કરોડો લોકોએ કરી સર્ચ

શ્રીએ કરોડો લોકોના મન પર રાજ કર્યું હતું તે મોત પછી ગૂગલ ક્વીન પણ બની ગઇ. શ્રીદેવીની મોત પછી ગૂગલ પર શ્રીદેવીને લોકોએ એટલી બધી સર્ચ કરી કે મૃત્ય પછી તે ગૂગલ ક્વીન બની ગઇ. જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

રવિવારની સવારે ભલે એક માનવામાં ના આવે તેવી ખબર સાથે થઇ હોય કે બોલીવૂડની સુપરસ્ટાર તેવી શ્રીદેવી અચાનક જ હવે આપણી વચ્ચે નથી રહ્યા. પણ તે છતાં જતાં જતાં પણ મૃત્યુ પછી જે શ્રીએ કરોડો લોકોના મન પર રાજ કર્યું હતું તે મોત પછી ગૂગલ ક્વીન પણ બની ગઇ. દુબઇના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ હદયની ગતિ રોકાઇ જવાના કારણે શ્રીદેવીની મોત થઇ ગઇ હતી. પણ તે પછી ગૂગલ પર શ્રીદેવીને લોકોએ એટલી બધી સર્ચ કરી કે મૃત્ય પછી તે ગૂગલ ક્વીન બની ગઇ.

લોકોએ કરી શ્રીને સર્ચ

લોકોએ કરી શ્રીને સર્ચ

તેમની મોત પછી બપોરે 12 વાગ્યા સુધીમાં 10 લાખ લોકો શ્રીદેવીને ગૂગલ પર સર્ચ કરી ચૂક્યા હતા. ત્રણ વાગ્યા સુધી આ આંકડો 50 લાખ સુધી પહોંચ્યો હતો. અને સાંજ પડતા પડતા તો કરોડો લોકો શ્રીદેવી વિષે વધુને વધુ જાણવા માટે ઇચ્છુક હતા. ગૂગલ જ નહીં દરેક છાપા અને ટીવી ચેનલ કે પછી સોશ્યલ મીડિયા જ લઇ લો તમામ જગ્યાએ શ્રીદેવીની મોત અને તેની યાદોની જ વાતો હતી. વોટ્સઅપના તમામ ગ્રુપમાં પણ શ્રીની મોતની ચર્ચા હતી.

શ્રીદેવીની મોત

શ્રીદેવીની મોત

ઉલ્લેખનીય છે કે છેલ્લા સમયે પણ શ્રીદેવી તેના સમગ્ર પરિવાર સાથે હતી. દુબઇમાં મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપ્યા પછી અચાનક જ શ્રીદેવીને સ્પ્રાઇઝ આપવા થોડાક જ કલાકો પહેલા આવેલા બોનીકપૂર અને દિકરી ખુશી સાથે શ્રીદેવીએ ખુશીના પળો પસાર કર્યા હતા. આજે પણ બોલીવૂડના તમામ અભિનેતાઓ સમેત સામાન્ય લોકો માટે તે માનવું થોડું અશ્કય બની જાય છે કે શ્રીદેવી હવે આપણી વચ્ચે નથી રહ્યા. ઉલ્લેખનીય છે કે ગૂગલમાં પણ લોકોને તે જાણવાની તાલાવેલી વધુ રહી હતી કે શ્રીદેવીની મોત કેવી રીતે થઇ. સૌથી વધુ સવાલ તેની મોતના કારણ અને તેમના અંતિમ સંસ્કાર અંગે કરવામાં આવ્યા હતા. સાથે જ શ્રીદેવીની ફિલ્મો, શ્રીદેવીના ગીતો, શ્રીદેવીના લેટેસ્ટ ન્યૂઝ અને શ્રીદેવી અર્જૂન કપૂરના નામ પર વધુ સર્ચ કરવામાં આવ્યું હતું.

કયા વિસ્તારમાં થયું વધુ સર્ચ

કયા વિસ્તારમાં થયું વધુ સર્ચ

વધુમાં ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના લોકો ગૂગલ પર શ્રીદેવી વિષે વધુ જાણવા ઇચ્છુક હતા. ઉલ્લેખનીય છે કે આજે શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઇમાં લોખંડવાલામાં આવેલા તેમના નિવાસ સ્થાને લાવવામાં આવશે. અને જ્યાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વધુમાં હજારોની સંખ્યામાં લોકો પણ તેમના નિવાસ સ્થાને ઉમટી રહ્યા છે.

આજે છે અંતિમ સંસ્કાર

આજે છે અંતિમ સંસ્કાર

આ માટે મુંબઇ પોલીસ પણ તેમના નિવાસ સ્થાને પહોંચી સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે. સેલેબ્રિટિઝ પણ શ્રીદેવી અને કપૂર પરિવારના ઘરે ઉમટી રહ્યા છે. અને એરપોર્ટ પર પણ સવારથી એબ્યુલન્સ લાઇ દેવામાં આવી છે. જેથી કોઇ વિલંબ ના થા. ઉલ્લેખનીય છે કે શ્રીદેવીને પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી. અને તેમનો અંતિમ સંસ્કાર સોમવારે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

English summary
Sridevi bacome Google Queen,About one crore people searched for Sridevi on Google
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X