For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sridevi Funeral : શ્રીદેવીની અંતિમવિધિ બુધવારે થશે, જાણો કાર્યક્રમ અહીં

બુધવારે સવારે થશે શ્રીદેવીની અંતિમવિધિ. મુંબઇ ખાતે વિલેપાર્લેમાં કરવામાં આવશે અંતિમ સંસ્કાર. જાણો તેનો સમગ્ર કાર્યક્રમ અહીં.

|
Google Oneindia Gujarati News

દુબઇમાં બોલીવૂડની લોકલાડીલી અભિનેત્રી, મહિલા સુપરસ્ટાર તેવી શ્રીદેવીનું શનિવારે નિધન થયું હતું. આ પછી લાંબી પ્રક્રિયા બાદ હવે તેમના પાર્થિવ દેહને દુબઇથી એક ખાસ જેટ દ્વારા ભારત લાવવામાં આવ્યું છે. મંગળવારે મોડી રાતે તેમના પાર્થિવ દેહને એરપોર્ટથી તેમના નિવાસ સ્થાને લઇ જવામાં આવશે. જે પછી બુધવારે સવારે તેમની અંતિમવિધિ વિધિવત કરવામાં આવશે. આ અંગે કપૂર પરિવાર તરફથી એક પ્રેસનોટ પણ રજૂ કરવામાં આવી છે. જેમાં તેમના બેસણાંનો સમય અને અંતિમવિધિની વિગતો, સ્થળની જાણકારી પણ મીડિયા અને લોકોને જણાવવામાં આવી છે. જે અંગે જાણો વિગતવાર અહીં...

બુધવારે અંતિમ દર્શન

બુધવારે અંતિમ દર્શન

મંગળવારે તેમનો પાર્થિવ દેહ એરપોર્ટથી સીધો તેમના લોખંડવાલા સ્થિત ઘર "ગ્રીન એકર્ડ્સ"માં લાવવામાં આવશે. બુધવારે સવારે તેમના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે સેલિબ્રેશન ક્લબ લઇ જવામાં આવશે. જ્યાં સવારે 9:30 થી 12:30 વચ્ચે લોકો તેમના અંતિમ દર્શન કરી શકાશે. ઉલ્લેખનીય છે કે આ ક્લબ બોની કપૂરના ઘરની પાસે જ છે.

અંતિમ સંસ્કાર

અંતિમ સંસ્કાર

તે પછી બપોરે 3:30 જેવા વિલે પાર્લે સ્થિત પવન હંસ સમશાન ગૃહ ખાતે તેમને પંચમહાભૂતમાં વિલિન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સમયે બોલીવૂડની જાણીતી હસ્તીઓ, રાજકીય નેતાઓ અને શ્રીદેવીના અનેક ચાહકો હાજર હશે. જે તેમની આ પ્રિય હિરોઇનને અશ્રુભરી ભાવભીની વિદાય આપશે. વધુમાં તેમને રાજકીય સન્માન સાથે વિદાય કરવામાં આવશે.

કપૂર પરિવાર

કપૂર પરિવાર

કપૂર પરિવાર તરફથી જે પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે તેમાં કપૂર ખાનદાન સમેત શ્રીદેવીના પરિવાર અય્યપન્નના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુમાં શ્રીદેવીના દિયર તેવા સંજય કપૂર, અનિલ કપૂર અને તેનો સવકો પુત્ર અર્જૂન કપૂર પણ તેની આ તમામ અંતિમવિધિની પ્રક્રિયામાં જોડાયેલા રહેશે. આમ બુધવારે બોલીવૂડના આ અદ્ધભૂત અભિનેત્રી હંમેશા હંમેશા માટે પંચમહાભૂતમાં વિલિન થઇ જશે. પણ તેમની યાદો હંમેશા આપણી સાથે રહેશે. વનઇન્ડિયા તરફથી બોલીવૂડના આ ચુલબુલી અભિનેત્રીને મનથી શ્રદ્ઘાંજલિ અમે અર્પીએ છીએ.

English summary
Sridevi Funeral : Read here Bollywood actress Sridevi's last ceremony details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X