For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુરાદાબાદ હિંસા: SSPએ ભાજપના નેતા સર્વેશ કુમારને ગણાવ્યા દોષી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

dharmvir-sinha
મુરાદાબાદ, 7 જૂન: મુરાદાબાદના કાંઠમાં બબાલ માટે વિસ્તારના એસએસપી ધરવીર સિંહાએ સીધી રીતે ભાજપના નેતા સર્વેશ કુમારને જવાબદાર ગણાવ્યા છે. હિંસાના એક દિવસ પહેલાં કાંઠના ધારાસભ્ય અનીસુર્રહમાર સૈફી સાથે ભાજપના સાંસદ સર્વેશ કુમારે લાઉડસ્પીકર લગાવવાના મુદ્દે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ બેઠક નિષ્ફળ રહી હતી.

શું છે કાંઠ બબાલ:
કાંઠમાં તાજેતરમાં એક મંદિરમાંથી એક લાઉડસ્પીકરને હટાવતાં થયેલા વિવાદ બાદ આ વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ફેલાયા બાદ રાજ્યના આદેશને પડકાર ફેંકતાં મહાપંચાયત કે સભાનું આયોજન પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ અને ભાજપના કાર્યકર્તા વચ્ચે પથરાવ અને ફાયરિંગની ઘટના ઘટી હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થઇ ગયા હતા. જિલ્લાધિકારી ચંદ્રકાંતની આંખમાં ગંભીર પહોંચી હતી. તેમને ચેન્નઇની એક હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

આ ઘટના બાદ ભાજપના નેતા, મુરાદાબાદના સાંસદ સર્વેશ કુમાર સિંહ, અમરોહાના સાંસદ કુંવર સિંહ તંવર, સંભલના સાંસદ સત્યપાલ સૈની, રામપુરના સાંસદ નેપાલ સિંહ, ધારાસભ્ય સંગીત સોમ અને તેમના સમર્થકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પછી છોદી દેવામાં આવ્યા. ભાજપે પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મી વાજપાઇના નેતૃત્વમાં કમિટી બનાવી છે જે આ ઘટનાની તપાસ કરશે.

હિંસા બાદની તસવીર
અત્રે ઉલ્લેખનીય છે કે મુરાદાબાદના કાંઠમાં લગભગ એક અઠવાડિયા પહેલાં ધાર્મિક સ્થળ પરથી લાઉડસ્પીકર ઉતારવામાં આવતાં બબાલ થઇ હતી. મંદિરમાંથી લાઉડસ્પીકર ઉતારવાર અને મહિલાઓ પર લાઠીચાર્જના મુદ્દા પર નવ દિવસોથી સળગી રહેલા કાંઠમાં જોરદાર પથ્થરમારો અને હવામાં ફાયરિંગ થયું. તેમાં ડીએમ પણ ઘાયલ થયા હતા.

પોલીસે ધારાસભ્ય સંગીત સોમ સહિત ભાજપના સાંસદો અને નેતાઓને જ્યાં-ત્યાં ધરપકડ કરી હિન્દુ મહાપંચાયત તો થવા ન દિધી, પરંતુ તેનાથી ભડકી ઉઠેલી ભીડને હાવડા-હરિદ્વાર એક્સપ્રેસ સહિત બે ટ્રેનોને રોકીને કાંઠમાં રેલવે ટ્રેક પર કબજો કરી લીધો.

English summary
SSP Moradabad Dharmvir Sinha claims BJP leader Sarvesh kumar for Moradabad violence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X