For Quick Alerts
For Daily Alerts
મથુરાના મંદિરમાં નાસભાગ, બે મહિલાના મોત
મથુરા, 23 સપ્ટેમ્બર: રવિવારે સવારે મથુરાના રાધા રાણી મંદિરમાં નાસભાગ થતાં 2 મહિલાઓના મોત નિપજ્યાં છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયાં હોવાના સમાચાર પ્રાપ્ત થયાં છે. મળતી માહિતી મુજબ રવિવારે રાધા અષ્ટમીના અવસરે મંદિર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભેગાં થયાં હતા. તે સમયે આ ઘટના ઘટી હતી. ઘટના પછી ત્યાં હાજર શ્રદ્ધાળુ સાથે પોલીસ દ્રારા દુરવ્યવહાર કરવામાં આવ્યો હોવાના સમાચાર પણ છે. ઘટનાસ્થળે હાજર પત્રકારો સાથે પોલીસે મારપીટ કરી હતી.
ઘટના બાદ તંત્રના વર્તનના કારણે લોકોમાં વધુ ગુસ્સો જોવા મળી રહ્યો છે. એક તરફ ડીએમએ નાસભાગની વાતથી મનાઇ કરી દિધી છે. તેમણે કહ્યું મહિલાઓનું મોત શ્વાસ રૂધાવાના કારણે થયું છે. તો બીજી એસપીનું કહેવું છે કે મહિલાઓનું મોત સીડીઓ પરથી લપસી જવાથી થયું છે.
મળતી માહિતી મુજબ રવિવારે બપોરે અચાનક મંદિરમાં નાસભાગ મચી હતી. અફડા તફડેમાં બે મહિલાઓના મોત નિપજ્યાં છે. ટીવી રિપોટ્સના અનુસાર મરનારી એક મહિલાની 32 વર્ષની આસપાસ છે. નાસભાગ ડઝનથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. તેમને નજીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.