• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મિલ્ખા સિંહ જેવી જ ખ્યાતિ ધરાવતા ભારતના સ્ટાર એથલિટ્સ

|
Google Oneindia Gujarati News

ભારતીય એથલિટ મિલ્ખા સિંહના જીવન પર બનેલી ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ' અન્ય વાસ્તવિક ઘટના આધારિત ફિલ્મોની જેમ કેટલાકને ગમી છે, તો કેટલાકને ઠીક ઠાક લાગી છે. જો કે આ ફિલ્મ સાથે એક બાબત એવી છે જેના માટે કોઇ ઇનકાર કરી શકે એમ નથી. આ બાબત છે કે આ ફિલ્મના માધ્યમથી દોડની રમત સામાન્ય લોકો સુધી પહોંચી છે. આ તો માત્ર એક પ્રયાસ છે. ભારતમાં મિલ્ખા સિંહ ઉપરાંત અનેક સ્ટાર એથલિટ્સ છે જેમની ખ્યાતિની ચમક હજી ભારતના સામાન્ય લોકોની આંખને આંજી શકી નથી. આવા કેટલાક ખેલાડીઓના યોગદાન પર આવો કરીએ એક નજર...

ગુરચરણ સિંહ રંધાવા

ગુરચરણ સિંહ રંધાવા

ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે ગુરુચરણ સિંહ રંધાવાએ પણ રોમ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હતો. તેઓ એક સાથે જેવલિન, હાઇ જમ્પ, લોંગ જમ્પ અને હર્ડલ્સના રાષ્ટ્રીય ચેમ્પિયન હતા. વર્ષ 1964ની રમતોમાં તેમણે 110 મીટર હર્ડલમાં પાંચમુ સ્થાન મેળવ્યું હતું ત્યારે દુનિયાના નામી કોચ દ્વારા તેમની સરાહના કરવામાં આવી હતી. ટોકિયોમાં તેમણે બે વાર 14 સેકન્ડનો સમય કાઢ્યો હતો જે આજે પણ ભારતીય એથલિટ્સ માટે પડકાર છે. આજે તેઓ કોચિંક કરી રહ્યા છે.

શ્રીરામ સિંહ

શ્રીરામ સિંહ

મિલ્ખા સિંહ અને રંધાવા 60ના દાયકાના હીરો હતા તો શ્રીરામ સિંહ 70ના દાયકાના સ્ટાર હતા. શ્રીરામ 1970ની બેંકોક એશિયન રમતોમાં 800 મીટરનું રજત પદક અને 1974માં તેહરાનમાં સુવર્ણ ચંદ્રક મેળવીને 1976ના મોન્ટ્રિયલ ઑલિમ્પિક માટે તૈયાર હતા. આ રેસમાં તેમણે 1.45.77નો સમય લગાવ્યો હતો અને તેઓ સાતમા સ્થાન પર રહ્યા હતા. આ સમયને કારણે આજે પણ શ્રીરામ વર્ષ 2013માં રેંકિંગમાં 57મા સ્થાન પર છે. હાલ તેઓ જયપુરમાં રહે છે.

શિવનાથ સિંહ

શિવનાથ સિંહ

શિવનાથ સિંહ મોન્ટ્રિયલમાં મેરેથોનમાં 2 કલાક 16 મિનિટ અને 22 સેકન્ડનો સમય આપીને 11મા સ્થાને રહ્યા હતા. આ રેસમાં 60 દોડવીરોએ ભાગ લીધો હતો. ત્યાર બાદ તેઓ સેના છોડીને ટિસ્કોમાં સામેલ થઇ ગયા, થોડા વર્ષો પહેલા તેઓ મૃત્યુ પામ્યા હતા.

ડી વાલસમ્મા

ડી વાલસમ્મા

દિલ્હીમાં 1982માં આયોજિત એશિયાડ ખેલોમાં એમ ડી વાલસમ્માએ મહિલાઓની 400 મીટરની હર્ડલ્સ દોડમાં સુવર્ણ પદક જીત્યું હતું. વાલસમ્મા કમલજીત સંધુ બાદ એશિયન રમતોમાં ગોલ્ડ જીતનારા બીજા ભારતીય મહિલા હતા. વાલસમ્મા પાસેથી પ્રેરણા મેળવીને જ પી ટી ઉષાએ હર્ડલ્સમાં ભાગ લેવાનો નિર્ણય લીધો હતો. અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી મેળવ્યા બાદ વાલસમ્મા રેલવેમાં સીનિયર કોમર્શિયલ ઓફિસર તરીકે કામ કરી રહ્યા છે.

અંજૂ જ્યોર્જ

અંજૂ જ્યોર્જ

અંજૂ બોબી જ્યોર્જનો દેખાવ કોઇ પણ ભારતીય એથલિટની સરખામણીમાં વધારે છે. પેરિસ વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક, વર્લ્ડ ફાઇનલમાં રજત પદક, કોમનવેલ્થ ગેમ્સમાં કાંસ્ય પદક, દોહા એશિયન સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ અને એથેન્સ ઓલિમ્પિકમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. માતા બન્યા બાદ અંજુએ તાજેતરમાં એથલેટિક્સ છોડ્યું છે. તેઓ બેંગલોરમાં કસ્ટમ ઓફિસર છે.

4x400 મીટર મહિલા રિલે ટીમ

4x400 મીટર મહિલા રિલે ટીમ

ભારતીય મહિલા રિલે ટીમ પણ કોઇથી પાછળ નથી. રિલે ટીમનો સિલસિલો લોસ એન્જલસમાં શરૂ થયો હતો. ત્યાં વંદના રાવ, શાઇની વિલ્સન, એમ ડી વાલસમ્મા અને પી ટી ઉષાએ ફાઇનલમાં પહોંચીને સૌને આશ્ચર્ય પહોંચાડ્યું હતું. ફાઇનલમાં આ ટીમ આઠમા સ્થાને રહી હતી. તેમનો 3.32.49 મીનિટનો સમય એશિયામાં રેકોર્ડ હતો. ત્યાર બાદ આ જ ટીમે સોલ એશિયન રમતોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પ્રવીણ કુમાર

પ્રવીણ કુમાર

પ્રવીણ કુમાર ડિસ્કસ થ્રોમાં અનેક વર્ષો સુધી નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેમણે મેક્સિકો ઓલિમ્પિકમાં પણ બાગ લીધો હતો. તેમને અફસોસ એ વાતનો છે કે લોકો તેમને એક એથલિટ તરીકે નહીં પણ ટેલિવિઝન સીરિયલ મહાભારતના ભીમ તરીકે વધારે ઓળખે છે.

શાઇની વિલ્સન
પી ટી ઉષાની જેમ શાઇની વિલ્સન પણ 80ના દાયકામાં છવાઇ ગયા હતા. બંને કેરળના હતા અને એશિયા ખેલમાં દબદબો ધરાવતા હતા. 1984માં 800 મીટરની રેસમાં સેમી ફાઇનલમાં પહોંચવું કોઇ પણ ભારતીય ખેલાડી માટે મોટી વાત હતી. તેઓ આજ કાલ ફૂડ કોર્પોરેશનમાં જનરલ મેનેજરના પદ પર હતા.

અંજૂ જ્યોર્જ
અંજૂ બોબી જ્યોર્જનો દેખાવ કોઇ પણ ભારતીય એથલિટની સરખામણીમાં વધારે છે. પેરિસ વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક, વર્લ્ડ ફાઇનલમાં રજત પદક, કોમનવેલ્થ ગેમ્સમાં કાંસ્ય પદક, દોહા એશિયન સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ અને એથેન્સ ઓલિમ્પિકમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. માતા બન્યા બાદ અંજુએ તાજેતરમાં એથલેટિક્સ છોડ્યું છે. તેઓ બેંગલોરમાં કસ્ટમ ઓફિસર છે.

4x400 મીટર મહિલા રિલે ટીમ
ભારતીય મહિલા રિલે ટીમ પણ કોઇથી પાછળ નથી. રિલે ટીમનો સિલસિલો લોસ એન્જલસમાં શરૂ થયો હતો. ત્યાં વંદના રાવ, શાઇની વિલ્સન, એમ ડી વાલસમ્મા અને પી ટી ઉષાએ ફાઇનલમાં પહોંચીને સૌને આશ્ચર્ય પહોંચાડ્યું હતું. ફાઇનલમાં આ ટીમ આઠમા સ્થાને રહી હતી. તેમનો 3.32.49 મીનિટનો સમય એશિયામાં રેકોર્ડ હતો. ત્યાર બાદ આ જ ટીમે સોલ એશિયન રમતોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પ્રવીણ કુમાર
પ્રવીણ કુમાર ડિસ્કસ થ્રોમાં અનેક વર્ષો સુધી નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેમણે મેક્સિકો ઓલિમ્પિકમાં પણ બાગ લીધો હતો. તેમને અફસોસ એ વાતનો છે કે લોકો તેમને એક એથલિટ તરીકે નહીં પણ ટેલિવિઝન સીરિયલ મહાભારતના ભીમ તરીકે વધારે ઓળખે છે.

English summary
Star Indian athletes who gained fame like Milkha Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X