For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમપીમાં ચૂંટણી હારી શકે છે શિવરાજ સરકાર, ખુફિયા રિપોર્ટમાં થયો ખુલાસો

સત્તાધારી શિવરાજ સરકાર આ વખતે વિધાનસભા ચૂંટણી હારી શકે છે. આનો ખુલાસો સ્ટેટ ઈન્ટેલીજન્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં થયો છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી અંગે રાજકારણ ગરમાયુ છે. બધા મુખ્ય દળો પોતપોતાની ચૂંટણી રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. એવામાં સત્તાધારી ભાજપ ક્યાં પાછળ રહેવાનુ છે. જો કે ભાજપની ચૂંટણી તૈયારીઓ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જાણકારી મુજબ સત્તાધારી શિવરાજ સરકાર આ વખતે વિધાનસભા ચૂંટણી હારી શકે છે. આનો ખુલાસો સ્ટેટ ઈન્ટેલીજન્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં થયો છે. ઈન્ડિયા ટુડેમાં છપાયેલા સમાચાર મુજબ સ્ટેટ ઈન્ટેલીજન્સ વિભાગના રિપોર્ટમાં જે મુખ્ય વાત સામે આવી છે તે એ જ છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નહિ પરંતુ કોંગ્રેસ પાર્ટી જીત નોંધાવી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે આ રિપોર્ટના કારણે ભાજપ ઉમેદવારોની પહેલી યાદીમાં 27 હાલના ધારાસભ્યોની ટિકિટ પણ કાપવામાં આવી છે.

આ પણ વાંચોઃ 'ડસોલ્ટ ઈન્વેસ્ટમેન્ટ અને રાફેલ ડીલ વચ્ચે કોઈ સંબંધ નથી, કોંગ્રેસ ગુમરાહ કરી રહી છે'આ પણ વાંચોઃ 'ડસોલ્ટ ઈન્વેસ્ટમેન્ટ અને રાફેલ ડીલ વચ્ચે કોઈ સંબંધ નથી, કોંગ્રેસ ગુમરાહ કરી રહી છે'

30 ઓક્ટોબરે વિભાગે મુખ્યમંત્રીને સોંપ્યો રિપોર્ટ

30 ઓક્ટોબરે વિભાગે મુખ્યમંત્રીને સોંપ્યો રિપોર્ટ

ઈન્ડિયા ટુડેમાં છપાયેલા સમાચાર મુજબ આ સિક્રેટ રિપોર્ટ 30 ઓક્ટોબરના રોજ સ્ટેટ ઈન્ટેલીજન્સ વિભાગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામે રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં એ કહેવામાં આવ્યુ છે કે વિધાનસભાની કુલ 230 સીટેમાંથી કોંગ્રેસ પાર્ટી 128 સીટો પર સત્તાધારી ભાજપથી આગળ નીકળી શકે છે. રિપોર્ટમાં ભાજપને માત્ર 92 સીટો મળવાનું અનુમાન છે. વળી, માયાવતીની બહુજન સમાજ પાર્ટી 6 સીટો પર આગળ નીકળી શકે છે. સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો તેમના ખાતામાં ત્રણ સીટો જઈ શકે છે. એક સીટ ગોંડવાના ગણતંત્ર પાર્ટી પણ જીતી શકે છે.

રિપોર્ટમાં મધ્ય પ્રદેશના 10 મંત્રીઓનું ચૂંટણી હારવાનું અનુમાન

રિપોર્ટમાં મધ્ય પ્રદેશના 10 મંત્રીઓનું ચૂંટણી હારવાનું અનુમાન

જાણકારી મુજબ સ્ટેટ ઈન્ટેલીજન્સની રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે મધ્ય પ્રદેશ સરકારના અમુક મંત્રીઓ ચૂંટણી હારી શકે છે. આ મંત્રીઓમાં રુસ્તમ સિંહ, માયા સિંહ, ગૌરી શંકર શેજવાર, સૂર્યપ્રકાશ મીણા સહિત 10 મંત્રી એવા છે જેમને આ વખતે ચૂંટણમી જીતવાનું મુશ્કેલ બની શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે આ સિક્રેટ રિપોર્ટની અસર ભાજપ ઉમેદવારોની પહેલી યાદીમાં જોવા મળી છે. આ જ કારણ છે કે ભાજપે પહેલી યાદીમાં 27 હાલના ધારાસભ્યોને ટિકિટ આપી નથી.

રિપોર્ટમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકશાનનું અનુમાન

રિપોર્ટમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકશાનનું અનુમાન

સિક્રેટ રિપોર્ટમાં મંત્રી માયા સિંહ, ગૌરીશંકર શેજવાર અને સૂર્યપ્રકાશ મીણાના હારવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપે ત્રણે મંત્રીઓને ટિકિટ આપી નથી. માયા સિંહ ગ્વાલિયરથી ધારાસભ્ય છે. મંત્રી સૂર્યપ્રકાશ મીણા વિદિશાથી ધારાસભ્ય છે. શિવરાજ સરકારમાં વન મંત્રી ગૌરીશંકર શેજવારને પણ ટિકિટ નહિ આપીને તેમના પુત્ર મુદિત શેજવારને સાંચીમાંથી ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે 128 સીટોઃ સિક્રેટ રિપોર્ટ

કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે 128 સીટોઃ સિક્રેટ રિપોર્ટ

રિપોર્ટ મુજબ કોંગ્રેસ ગ્વાલિયલ-ચંબલ વિસ્તારમાં 34માંથી 24 સીટો પર ભાજપ આગળ રહી શકે છે. જ્યારે ભાજપના ખાતામાં 7 સીટો આવવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. બસપા અહીં ત્રણ સીટો પર કબ્જો જમાવી શકે છે. બુંદેલખંડની 26 સીટોમાંથી ભાજપને 13 સીટો પર જીતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વળી, કોંગ્રેસના ખાતામાં 12 સીટો અને સપાને એક સીટ મળવાનું અનુમાન રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવ્યુ છે.

રિપોર્ટમાં ભાજપને 92 સીટો મળવાનું અનુમાન

રિપોર્ટમાં ભાજપને 92 સીટો મળવાનું અનુમાન

સિક્રેટ રિપોર્ટમાં વિંધ્ય ક્ષેત્રની 30 સીટોમાંથી 18 પર કોંગ્રેસ આગળ રહેવાનું અનુમાન છે. ભાજપના ખાતામાં 9 સીટો, બસપા પણ ત્રણ સીટોમાં આગળ રહી શકે છે. મહાકોશલની 38 સીટોમાંથી કોંગ્રેસની 22 સીટો પર મજબૂત જોવા મળી રહી છે. ભાજપ 13 સીટો પર દાવેદારી રજૂ કરતી જોવા મળી રહી છે. સપાને બે અને ગોંડવાના ગણતંત્ર પાર્ટીને એક મળવાના અણસાર વ્યક્ત કરવામાં આવ્યા છે.

માલવા-નિમાર ક્ષેત્રમાં કોંગ્રેસને મોટા ફાયદાની સંભાવના

માલવા-નિમાર ક્ષેત્રમાં કોંગ્રેસને મોટા ફાયદાની સંભાવના

ખાસ કરીને માલવા ક્ષેત્રમાં ભાજપને મોટા નુકશાનનું અનુમાર રિપોર્ટમાં લગાવવામાં આવ્યુ છે. આ વિસ્તાર ખેડૂત આંદોલનનું મુખ્ય કેન્દ્ર રહ્યુ હતુ જેના કારણે અહીં કોંગ્રેસનો મોટા ફાયદાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. અહીં કોંગ્રેસ પાર્ટીને 34 સીટો મળવાના અણસાર છે. વળી, ભાજપના ખાતામાં 32 સીટો જવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે રિપોર્ટમાં જે રીતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેના કારણે ભાજપે ઉમેદવારોની પહેલી યાદીમાં માલવા ક્ષેત્રને અલગ રાખ્યુ છે. આ ક્ષેત્રમાં પહેલી યાદીમાં એક પણ ઉમેદવારના નામનું એલાન કરવામાં આવ્યુ નથી. મધ્ય ભારતની વાત કરીએ તો અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો મુકાબલો થઈ શકે છે. અહીં પક્ષો 18-18 સીટો જીતી શકે છે.

આ પણ વાંચોઃ અમેરિકાએ વધુ કડક કર્યા H-1B વિઝાના નિયમો, ભારતીયોને લાગશે મોટો ઝટકોઆ પણ વાંચોઃ અમેરિકાએ વધુ કડક કર્યા H-1B વિઝાના નિયમો, ભારતીયોને લાગશે મોટો ઝટકો

English summary
State intelligence predicts Congress victory in Madhya Pradesh assembly elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X