કોરોના વાયરસના વધતા ખતરા વચ્ચે આવી રીતે રહો સુરક્ષિત
દિલ્હી અને તેલંગાણામાં સહિત દેશભરમાં કોરોના વાયરસના કુલ 6 કેસ સામે આવી ચૂક્યા છે. જેને પગલે દેશભરમાં ભયનો માહોલ છવાયેલો છે. ચીનથી ફેલાયેલ આ જીવલેણ બીમારી માહિતીના અભાવને કારણે લોકોને મુશ્કેલીમાં નાખી શકે છે. ત્યારે આ સંક્રમણના વધતા ખતરાને જોતાં સાવધાની વરતવાની જરૂરત છે જેથી આને ફેસલાથી રોકી શકાય. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ અને નેશનલ હેલ્થ સર્વિસથી પ્રાપ્ત સૂચનાના આધારે આગળ તમારે કોરોના વાયરસથી બચાવની રીતો જણાવવામાં આવી રહી છે.

સંક્રમણથી કેવી રીતે બચશો
અત્યાર સુધી આ સંપૂર્ણ રીતે માલૂમ નથી પડી શક્યું કે આ કોરોના વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં કઈ રીતે ફેલાય છે. જો કે આના સમાન વાયરસ ઉધરસ અને છીંકથી ફેલાય છે. માટે ખતરો ઘટાડવા માટે તમારે આ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

આ વસ્તુઓનું ધ્યાન રાખો
એનએચએસની સલાહ મુજબ સારી રીતે તમારા હાથ ધોવ. ઉધરસ કે છીંકતી વખતે તમારું મોઢું ઢાંકી લો અને હાથ સાફ ના હોય તો આંખ, નાક અને મોઢું અડવાથી બચો. કોરોના વાયરસ પાર્સલ, કીડીઓ કરડવાથી કે પણ ખોરાક દ્વારા ફેલાય છે તેના હજી કોઈ પ્રમાણ મળ્યાં નથી. કોરોના વાયરસ શરીરની બહાર વધુ સમય જીવતો નથી રહી શકતો.

કેટલો ખતરો
બ્રિટેનમાં ચીફ મેડિકલ ઑફિસર્સે સાર્વજનિક ખતરાના સ્તરને ઓછાથી મધ્યમ કરી દીધો છે. પરંતુ એનએચએસનું કહેવું છે કે વ્યક્તિગત રીતે જોખમ ઓછું છે. જો કે કેટલાક એવા દેશ છે જ્યાં કોરોના વાયરસ ગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાની વધુ આશંકા છે. માટે બ્રિટેનમાં ચીન, ઈટલી અને ઈરાનથી પરત આવતા લોકો માટે ખાસ સલાહ આપવામાં આવી છે.

કોરોના વાયરસના લક્ષણ
આ કોરોના વાયરસમાં પહેલા તાવ આવે છે, તે બાદ સુકી ઉધરસ આવવી શરૂ થઈ જાય છે અને પછી એક અઠવાડિયા બાદ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. જો કે આ લક્ષણોનો મતલબ એ નથી કે તમને કોરોના વાયરસનું સંક્રમણ છે. અન્ય કેટલાક વાયરસમાં પણ આવા પ્રકારના લક્ષણ જોવા મળે છે, માટે તમારામાં આવા લક્ષણ જોવા મળે તો મુંજાયા વિના તબીબી તપાસ કરાવો.

હેલ્પલાઈન નંબર અને ઈમેઈલ આઈડી જાહેર કર્યો
આરોગ્ય મંત્રાલયે પીડિતોની મદદ માટે હેલ્પલાઈન નંબર (+91-11-23978046) અને ઈ-મેલ આઈડી (ncov2019@gmail.com) જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે ચીન બાદ હવે આ જાનલેવા વાયરસ લગભગ 60 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ભારતમાં કોરોના વાયરસ સાથે જોડાયેલી કોઈ પણ માહિતી કે અફવાથી બચવા માટે તમે આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન દ્વારા જારી કરાયેલ હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરી શકો છો.
ગુજરાતઃ બે વર્ષમાં નવજાત શિશુ યૂનિટ્સમાં 15 હજારથી વધુ બાળકોનાં મોત