For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘કોઈ ભગવાન નથી અને કોઈએ દુનિયા નથી બનાવી': સ્ટીફન હોકિંગ

જાણીતા ખગોળશાસ્ત્રી સ્ટીફન હોકિંગે પોતાના છેલ્લા પુસ્તકમાં લખ્યુ છે કે ભગવાન ક્યાંય નથી, કોઈએ દુનિયા નથી બનાવી અને કોઈ આપણુ નસીબ નથી લખતુ.

|
Google Oneindia Gujarati News

જાણીતા ખગોળશાસ્ત્રી સ્ટીફન હોકિંગે પોતાના છેલ્લા પુસ્તકમાં લખ્યુ છે કે ભગવાન ક્યાંય નથી, કોઈએ દુનિયા નથી બનાવી અને કોઈ આપણુ નસીબ નથી લખતુ. આ પુસ્તકમાં ઘણા યુનિવર્સ બનવા અને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ જેવા ઘણા જરૂરી સવાલોના જવાબ આપવામાં આવ્યા છે. જ્યારે એલિયન ઈન્ટેલિજન્સ અને સ્પેસ કોલોનાઈઝેશન જેવા સવાલોના જવાબ પણ આપવામાં આવ્યા છે. જૉન મૂરાએ હોકિંગના આ પુસ્તકને પ્રકાશિત કર્યુ છે.

આ પણ વાંચોઃ પીએમ મોદી અયોધ્યાથી ભગવાન શ્રીરામની જાન લઈને જશે નેપાળના જનકપુર!આ પણ વાંચોઃ પીએમ મોદી અયોધ્યાથી ભગવાન શ્રીરામની જાન લઈને જશે નેપાળના જનકપુર!

હોકિંગે ઘણી ચોંકાવનારી વાતો લખી

હોકિંગે ઘણી ચોંકાવનારી વાતો લખી

છેલ્લા પુસ્તકમાં હોકિંગે ઘણી ચોંકવનારી વાતો લખી છે. ઘણા મોટા સવાલોના જવાબ પણ આ પુસ્તકમાં આપ્યા છે. મૂરા કહે છે કે હોકિંગે ભગવાન શબ્દનો પ્રયોગ બિ. ન ખાનગી રીતે કર્યો છે. તે જણાવે છે કે લૉ ઓફ નેચરને સમજવુ જ ભગવાનના દિમાગને સમજવા બરાબર છે. પુસ્તકમાં લખ્યુ છે કે આ સદીના ખતમ થતા થતા આપણે ભગવાનના દિમાગને સમજવા લાગશુ.

કોઈ ભગવાન નથી, પુસ્તકમાં લખ્યુ

કોઈ ભગવાન નથી, પુસ્તકમાં લખ્યુ

હોકિંગના જણાવ્યા મુજબ યુનિવર્સ ક્યારેય ન ખતમ થનારુ ફ્રી લંચ છે. તેનું માનવુ છે કે જો યુનિવર્સ કંઈ નવુ ના જોડે તો તમારે તેને બનાવવા માટે ભગવાનની જરૂર જ નથી. આ વર્ષે માર્ચમાં હોકિંગનું મૃત્યુ થયુ હતુ. આસ્થાના સવાલ પર તેમણે કહ્યુ કે આપણે જે ઈચ્છીએ છીએ, તે માનવા માટે સ્વતંત્ર છીએ. તેમનું માનવુ છે કે કોઈ ભગવાન નથી અને કોઈએ દુનિયા નથી બનાવી અને ના કોઈ આપણુ નસીબ લખે છે.

‘કોઈ નથી લખતુ આપણુ નસીબ'

‘કોઈ નથી લખતુ આપણુ નસીબ'

આ પુસ્તકમાં લખવામાં આવ્યુ છે, ‘એવુ માનવામાં આવતુ રહ્યુ કે તેના જેવા ડિસેબલ લોકો પર ભગવાનનો શ્રાપ હોય છે. પરંતુ તેનુ માનવુ છે કે તે અમુક લોકોને નિરાશ કરશે. તે એવુ વિચારવાનું પસંદ કરશે કે દરેક વસ્તુની વ્યાખ્યા બીજી રીતે કરવામાં આવી શકે છે.' હોકિંગના આ પુસ્તકનું નામ છે ‘શું ત્યાં ભગવાન છે?' (Is There a God?)

આ પણ વાંચોઃ 21 ઓક્ટોબરે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવશે પીએમ મોદી, જાણો કારણઆ પણ વાંચોઃ 21 ઓક્ટોબરે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવશે પીએમ મોદી, જાણો કારણ

English summary
stephen hawking wrote in his last book, there is no god and no one directs us
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X