For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તૂતીકોરિનમાં કાર્યવાહીનું સીએમે કર્યુ સમર્થન, પોલિસ બચાવમાં ચલાવી હતી ગોળીઓ

સીએમ પલાનીસ્વામી પોલિસની કાર્યવાહીનું સમર્થન કરતા જોવા મળ્યા. હિંસક પ્રદર્શન બાદ પોલિસ ફાયરિંગમાં 13 લોકોના મોત અંગે ટીકાઓ બાદ સીએમ પલાનીસ્વામીનું નિવેદન આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના તૂતીકોરિનમાં એક સ્ટરલાઈટ કૉપર કારખાનાને બંધ કરવાની માંગને લઈને હિંસક પ્રદર્શન બાદ મંગળવારે પોલિસ ફાયરિંગમાં 11 લોકોએ જીવ ગુમાવવા પડ્યા હતા જ્યારે બુધવારે ફરીથી હિંસા ભડકી અને વધુ 2 લોકોએ જીવ ગુમાવ્યા અને 3 લોકો ઘાયલ થયા હતા. તૂતીકોરિનમાં પોલિસ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. પોલિસની આ કાર્યવાહીની ચારેતરફ ટીકા થઈ રહી છે અને રાજકીય દળોએ સીએમ પલાનીસ્વામી પર ટીકાઓનો વરસાદ કર્યો છે.

palaniswami

સીએમ પલાનીસ્વામી પોલિસની કાર્યવાહીનું સમર્થન કરતા જોવા મળ્યા. હિંસક પ્રદર્શન બાદ પોલિસ ફાયરિંગમાં 13 લોકોના મોત અંગે ટીકાઓ બાદ સીએમ પલાનીસ્વામીનું નિવેદન આવ્યુ છે. સીએમ પલાનીસ્વામીએ કહ્યુ કે જો કોઈની પર હુમલો થાય તો પોતાનો બચાવ કરવો સ્વાભાવિક છે. પોલિસે પણ એમ જ કર્યુ. પલાનીસ્વામીએ કહ્યુ કે પ્રદર્શનકારીઓને કેટલાક રાજકીય દળો, અસામાજિક તત્વો અને કેટલાક એનજીઓએ ભડકાવ્યા છે.

આ પહેલા આજે ડીએમકેએ પણ સચિવાલય સામે પ્રદર્શન કર્યુ. પોલિસ સાથે ડીએમકે કાર્યકર્તાઓની ઝડપ પણ થઈ અને કાર્યકારી અધ્યક્ષ સ્ટાલિનને ડિટેઈન પણ કરી લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે તૂતીકોરિનમાં એક સ્ટરલાઈટ કૉપર કારખાનાને બંધ કરાવવા અંગે વિરોધ પ્રદર્શન હિંસક થયા બાદ મંગળવારે 11 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે સેંકડો લોકો ઘાયલ થઈ ગયા. તમિલનાડુના તૂતીકોરિનમાં હજારો લોકો એક સ્ટરલાઈટ કૉપર કારખાનનાને બંધ કરાવવા માટે પ્રદર્શન કરી રહ્યા હતા.

English summary
sterlite protests cm palaniswami defends police action says natural course against attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X