For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આપ' નેતાઓ ફસાયા સ્ટિંગ ઓપરેશનમાં, કેજરીવાલે ગણાવ્યું કાવતરું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 નવેમ્બર: એક વેબ પોર્ટલે ગુરુવારે શાઝિયા ઇલ્મી અને કુમાર વિશ્વાસ સહિત આમ આદમી પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ પર સ્ટિંગ ઓપરેશન કરીને દાવો કર્યો છે કે તેઓ 'ગેરકાયદેસર રીતે રૂપિયા ભેગા કરવામાં' સામેલ હતા.

સ્ટિંગ ઓપરેશનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે 'આપ'ના ઘણા નેતાઓ, જેમણે લોકો પાસે રૂપિયા ભેગા કરવા અને જમીન કરાર કરાવવામાં મદદ માગવામાં આવી, એ બાબતે પોતાનું સમર્થન આપવા તૈયાર થઇ ગયા પણ તેમની શરત હતી કે તેના બદલામાં 'આપ'ને રોકડમાં દાન આપવામાં આવે. 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સ્ટિંગ ઓપરેશનને પોતાની પાર્ટી વિરુધ્ધ એક કાવતરુ ગણાવ્યું છે પરંતુ તેઓ ભ્રષ્ટાચાર પર કોઇ સમજૂતિ કરશે નહીં.

કેજરીવાલે જણાવ્યું કે દોષી મળી આવતા અમે કોઇને પણ નહીં છોડીએ. તેમણે જણાવ્યું કે તેમને ખબર છે કે આ આખા મામલાની પાછળ કયા લોકો છે. વીડિયોમાં દેખાડવામાં આવેલ એક રિપોર્ટર કોઇ કંપનીનું પ્રતિનિધિ બનીને ઇલ્મીને મળે છે અને તેમને એક પ્રતિદ્વંધી કંપનીને પાઠ ભણાવવા માટે મદદ કરવા જણાવે છે.
શરૂઆતમાં ઇલ્મી કોઇપણ કાનૂની દસ્તાવેજો વગર તેની મદદ કરવાનો ઇનકાર કરી દે છે પરંતુ બાદમાં કોઇ દસ્તાવેજ વગર પણ તેની મદદ કરવા રાજી થઇ જાય છે, એવું ત્યારે થાય છે જ્યારે રિપોર્ટર તેમને રોકડ દાન આપવાનો પ્રસ્તાવ કરે છે.

arvind kejriwal
ઇલ્મી પણ વીડિયોમાં દેખાય છે જેમાં તેઓ કથિત રીતે રિપોર્ટરને કહે છે કે તેમની પાર્ટી માત્ર રોકડમાં જ દાન સ્વીકારે છે. કોંડલીથી 'આપ' ઉમેદવાર મનોજ કુમાર, સંગમ વિહારથી દિનેશ માલવીય, ઓખલાથી ઇરફાન ઉલ્લા ખાન, રોહતાશ નગરથી મુકેશ હુડ્ડા, દેવલીથી પ્રકાશ અને પાલમથી ભાવના ગૌડ પર પણ આ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે. 'આપ' દ્વારા ફંડના ખોટા ઉપયોગ પર ભાજપા નેતા વી.કે. મલ્હોત્રાએ જણાવ્યું કે સ્ટિંગ ઓપરેશનથી આપની અસલિયત સામે આવી ગઇ છે.

English summary
Sting operation against AAP leaders, Kejriwal cries conspiracy. Shazia Ilmi offers not to contest poll.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X