For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્રપ્રદેશમાં અમિત શાહના કાફલા પર હુમલો, પત્થર ફેંક્યા

ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કાફલા પર હુમલો થયો છે. આ ઘટના તે સમયે બની જ્યારે અમિત શાહ કર્ણાટકમાં તિરુમાલા મંદિરમાં પૂજા અને દર્શન માટે પહોંચ્યા હતા.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કાફલા પર હુમલો થયો છે. આ ઘટના તે સમયે બની જ્યારે અમિત શાહ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર સંપન્ન થયાના એક દિવસ બાદ તિરુમાલા મંદિરમાં પૂજા અને દર્શન માટે પહોંચ્યા હતા. ત્યાંથી પાછા ફરવા દરમિયાન કેટલાક લોકોએ તેમની સામે વિરોધ પ્રદર્શન કર્યુ. જણાવવામાં આવી રહ્યુ છે કે આ દરમિયાન અચાનક તેમની સામે નારેબાજી પણ કરવામાં આવી. કાળા વાવટા ફરકાવવામાં આવ્યા. વળી, સમાચાર એ પણ છે કે ભાજપ અધ્યક્ષને નિશાન બનાવીને પત્થર પણ ફેંકવામાં આવ્યા. આ દરમિયાન "અમિત શાહ ગો બેક" ના નારા પણ લગાવવામાં આવ્યા. જાણકારી મુજબ આ હુમલો તેલુગુદેશમ પક્ષના સમર્થકોએ આ કર્યુ છે.

amit

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સતત જોર પકડી રહી છે. પ્રદેશમાં સત્તા સંભાળી રહેલ તેલુગુદેશમ પક્ષ સતત આ મુદ્દો ઉઠાવી રહ્યો છે. ટીડીપીએ આ મુદ્દા માટે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ જોડાણથી પોતાને અલગ પણ કરી દીધુ છે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહના કાફલા પર આંધ્રપ્રદેશમાં હુમલો થયો.

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અભિયાન ગુરુવારે સંપન્ન થયા બાદ અમિત શાહ કર્ણાટકમાં જીતના આશીર્વાદ લેવા માટે તિરુમાલા મંદિરમાં ગયા હતા. આ દરમિયાન અલીપીરી ગુરુણા સર્કલમાં ટીડીપીના સંર્થકોએ તેમના વિરોધમાં પ્રદર્શન કર્યુ. સમાચાર છે કે જ્યારે અમિત શાહનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પ્રદર્શનકારીઓએ કાળા વાવટા બતાવ્યા. વળી, કાફલા પર પત્થર પણ ફેંકવામાં આવ્યા. અમિત શાહ ગો બેકના નારા પણ લગાવવામાં આવ્યા. આ ઘટના બાદ કડક પોલિસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

English summary
stones pelted at amit shah convoy in tirupati demanding special status-to andhra pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X