હવે રાતે પણ નહિ બચે દુશ્મન, SFCએ કર્યુ આ મિસાઈલનું સફળ પરીક્ષણ
ભારત સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક પગલુ આગળ વધી ગયુ છે. સામરિક બળ કમાંડ (SFC) એ ગુરુવારે બેલિસ્ટિક મિસાઈલનું સફળ નાઈટ ફાયરિંગ ટેસ્ટ કર્યુ છે. આ ટેસ્ટ ઓડિશાના તટ પર કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે દેશની બધી બેલિસ્ટિક મિસાઈલોને સ્ટ્રેટેજિક ફોર્સ કમાંડ કંટ્રોલ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે.
આ પહેલા 12 જૂને ભારતે પ્રોદ્યોગિતી પ્રદર્શક મિસાઈલ વ્હીકલનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યુ હતુ. ભવિષ્યના મિશનમાં ઘણી ટેકનિકોના ઉપયોગમાં આ પ્રક્ષેપણની મહત્વની ભૂમિકા હશે. આ પ્રક્ષેપણ બાલાસોરના તટથી દૂર અગ્નિ શ્રૃંખલાની મિસાઈલનો ઉપયોગ કરીને કરવામાં આવ્યુ.
ભારત પાસે આ છે બેલિસ્ટિક મિસાઈલ
ભારતે પોતાના પરમાણુ હથિયારોની જ્યોતનો અડધાથી વધુ એટલે કે 56 ટકા ભાગ જમીનથી જમીન પર મારતા પૃથ્વી અને અગ્નિ જેવા બેલિસ્ટિક મિસાઈલોમાં તૈનાત કરીને રાખ્યા છે. હિંદુસ્તાન પાસે 250 કિલોમીટર દૂર સુધી મારતા શૉટ રેંજ બેલિસ્ટિક મિસાઈલો પણ છે જે 24 પરમાણુ બોમ્બ મારી શકે છે. તે પાકિસ્તાનના લાહોર, સિયાલકોટ, ઈસ્લામાબાદ, રાવલપિંડીને સરળતાથી ધ્વસ્ત કરી શકે છે.
Strategic Forces Command (SFC) carries out successful night-firing test of a ballistic missile off the coast of Odisha. All the strategic missiles of the country are controlled by the Tri-Services SFC. pic.twitter.com/dsj2eEJvPE
— ANI (@ANI) 27 June 2019
આ પણ વાંચોઃ આકાશ વિજયવર્ગીયના જામીન પર કોર્ટે સુનાવણીનો ઈનકાર કર્યો