For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ગયા વર્ષે વાયુ પ્રદૂષણથી 10 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

હાલમાં જ થયેલા એક સંશોધનમાં જે ખુલાસો થયો છે તે ચિંતા કરાવનાર છે. સંશોધનમાં ખુલાસો થયો છે કે વાયુ પ્રદૂષણના કારણે ગયા વર્ષે ભારતમાં 10 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા.

|
Google Oneindia Gujarati News

દેશની રાજધીની દિલ્લી છેલ્લા અમુક વર્ષોથી ખરાબ હવાની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. દિલ્લી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર દર વર્ષે શરદીઓની શરૂઆતમાં સૌથી ખતરનાક સ્તર પર પહોંચી જાય છે. દિલ્લી સાથે સાથે દેશના ઘણા અન્ય મુખ્ય શહેરોની હવાની ગુણવત્તા નિયત ધોરણોથી વધુ ખરાબ છે. એવામાં હાલમાં જ થયેલા એક સંશોધનમાં જે ખુલાસો થયો છે તે ચિંતા કરાવનાર છે. સંશોધનમાં ખુલાસો થયો છે કે વાયુ પ્રદૂષણના કારણે ગયા વર્ષે ભારતમાં 10 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા. આમાંથી 12,322 મોત માત્ર દિલ્લીમાં થયા.

આ પણ વાંચોઃ BREAKING: સિંગર મીકા સિંહની દુબઈમાં ધરપકડ, કિશોરીની છેડતીનો આરોપઆ પણ વાંચોઃ BREAKING: સિંગર મીકા સિંહની દુબઈમાં ધરપકડ, કિશોરીની છેડતીનો આરોપ

વાયુ પ્રદૂષણથી 10 લાખ મોત

વાયુ પ્રદૂષણથી 10 લાખ મોત

ગુરુવારે Lancet Planetary Health જર્નલમાં પ્રકાશિત આ સંશોધનના ખુલાસા ચિંતાજનક છે. ગયા વર્ષે વાયુ પ્રદૂષણના કારણે દેશમાં 10 લાખ લોકોએ જીવ ગુમાવી દીધા. જેમાં 12,322 દિલ્લીમાં હતા. દિલ્લીમાં પીએમ 2.5નું સ્તર સૌથી વધુ રહ્યુ. વળી, ત્યારબાદ બીજા નંબરે ઉત્તર પ્રદેશ રહ્યુ અને બાદમાં બિહાર, હરિયાણા અને રાજસ્થાન. સંશોધન મુજબ 6.7 લાખ મોત ઘરની બહાર વાયુ પ્રદૂષણના કારણે થઈ. વળી, 4.8 લાખ લોકોએ ઘરમાં વાયુ પ્રદૂષણના કારણે પોતાનો જીવ ગુમાવ્યો.

વ્યક્તિની સરેરાશ વય 1.5 વર્ષ ઓછી થઈ

વ્યક્તિની સરેરાશ વય 1.5 વર્ષ ઓછી થઈ

બધા રાજ્યોમાં દિલ્લીમાં પીએમ 2.5નું એક્સપોઝર સૌથી વધુ રહ્યુ. દિલ્લીમાં હવાની ગુણવત્તા એટલી ખરાબ છે કે ગયા વર્ષે વાયુ પ્રદૂષણના કારણે લોકોની સરેરાશ વય 1.5 વર્ષ ઓછી થઈ ગઈ. સંશોધને દાવો કર્યો કે ભારતમાં લોકોની સરેરાશ વય 1.7 હોત જો વાયુ પ્રદૂષણ જેને સ્વાસ્થ્યને નુકશાન થઈ રહ્યુ છે તે લઘુત્તમ સ્તરથી ઓછુ હોત. આ પહેલા યુનિવર્સિટી ઓફ શિકાગોના એનર્જી પોલિસી ઈન્સ્ટીટ્યુટ (EPIC) ના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે દિલ્લીમાં સૌથી વધુ પ્રદૂષિત હવા 2016માં હતી જેનાથી વ્યક્તિની સરેરાશ વય 10 વર્ષ સુધી ઓછી થઈ ગઈ. રિપોર્ટમાં દિલ્લીને દેશનું સૌથી પ્રદૂષિત શહેર ગણવામાં આવ્યુ હતુ.

એનજીટીએ દિલ્લી સરકાર પર લગાવ્યો દંડ

એનજીટીએ દિલ્લી સરકાર પર લગાવ્યો દંડ

દેશ ખાસ કરીને દિલ્લી-એનસીઆરમાં પ્રદૂષણ રોકવા માટે બધા જરૂરી પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે પરંતુ આની કોઈ અસર જોવા નથી મળી રહી. દિલ્લીમાં હવા એટલી ઝેરીલી થઈ ચૂકી છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સાથે સાથે સુપ્રીમ કોર્ટે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. એનજીટીએ વાયુ પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ રહેલી દિલ્લી સરકાર સામે સખત એક્શન લઈને 25 કરોડનો દંડ લગાવ્યો છે. આ દંડમાં એનજીટીએ શરત મૂકી છે કે દંડની રકમ દિલ્લીના સરકારી ખજાનાથી નહિ પરંતુ દિલ્લી સરકારના અધિકારીઓની સેલરી સાથે સાથે પ્રદૂષણ ફેલાવતા લોકોના ખિસ્સામાંથી વસૂલી કરવામાં આવશે.

કોર્ટના આદેશની ઉડી રહી છે ધજિયા

કોર્ટના આદેશની ઉડી રહી છે ધજિયા

આ સાથે એનજીટીએ કહ્યુ કે જો સરકાર રકમ વસૂલવામાં નિષ્ફળ રહે તો દર મહિને તેની પાસેથી 10 કરોડનો દંડ વસૂલવામાં આવશે. એનજીટીએ 2013માં પ્લાસ્ટિક બાળવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો પરંતુ હાલમાં એનડીટીવીના રિપોર્ટમાં સામે આવ્યુ કે દિલ્લી-એનસીઆરમાં કોર્ટના આ નિર્દેશની ધજિયા ઉડાવવામાં આવી રહી છે. પશ્ચિમી દિલ્લીના નીલવલ વિસ્તારમાં પ્લાસ્ટિક ખુલ્લામાં બાળવામાં આવી રહ્યો છે. એર ક્વોલિટી ઈન્ડેક્સની વાત કરી કરીએ તો શુક્રવારે દિલ્લાં તે 355 રહ્યુ કે જે ઘણુ ખરાબ શ્રેણીમાં આવે છે.

English summary
Study Claims 10 Lakh People Lost Lives Due To Air Pollution In 2017 In India, Delhi Is At Its Worst.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X