વિકીલીક્સનો વાર : સ્વામીએ USને આપી હતી ઇન્દિરા ગાંધીની માહિતી

Google Oneindia Gujarati News

વિકીલીક્સે હાલમાં કરેલા એક ઘટસ્ફોટ પ્રમાણે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દેશની ચૂંટણીઓ સંબંધી માહિતી અમેરિકાને આપી હતી. વિકીલીક્સે 1977નો એક ટેલિગ્રામ જાહેર કર્યો છે, ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ઇન્દિરા ગાંધીના ચૂંટણી વ્યૂહ સંબંધી માહિતી અમેરિકાને આપી હતી.

વિકીલીક્સે 1977નો એક ટેલિગ્રામ જાહેર કર્યો છે, આ ટેલિગ્રામ પ્રમાણે સુબ્રમણ્યમ સ્વામીએ ચૂંટણી વિશેની ગુપ્ત માહિતી અમેરિકાને આપી હોવાનો દાવો કર્યો છે. આ ટેલિગ્રામ અમેરિકાના વિદેશ મંત્રાલયની તરફથી દિલ્હીને મોકલવામાં આવ્યો છે.

subramanian-swamy

આ કેબલમાં લખ્યું છે કે પૂર્વ રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક અમેરિકી અધિકારીને કહ્યું હતું કે લથડતી તબિયતને કારણે ઇંદિરા ગાંધી માર્ચમાં ચૂંટણીનું એલાન કરશે. જોકે આ વર્ષે ઇંદિરા ગાંધી રાય બરેલીથી ચૂંટણી હારી ગયા હતા. આ વર્ષે કોંગ્રેસે સત્તા પણ ગુમાવી દીધી હતી. આ વર્ષે સ્વામી સાંસદ બન્યા અને બે વર્ષ સુધી સાંસદ રહ્યા.

એ સમયે અમેરિકા ઇંદિરા ગાંધીના સ્વાસ્થ પર નજર રાખી રહ્યું હતું. તેણે પોતાના અધિકારીઓને ભારતમાં થનારા રાજકીય ફેરફારો અંગે સજાગ રહેવા કહ્યું હતું. આ સમગ્ર હિલચાલ પાછળ સુબ્રમણ્યમ સ્વામીની ભૂમિકા હોવાનો દાવો વિકીલીક્સે કર્યો છે.

English summary
Wikileaks released an electronic telegram sent in 1977 that contained ,Subramanian Swamy told a US department officer that Indira Gandhi is set to declare elections in March in view of her failing health.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X