For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વામીઃ મારી સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવવામાં લાગી, CBI પછી ED નો નંબર

ભાજપ સાંસદ સુબ્રમણ્ય સ્વામીએ મોટુ અને ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે કે સીબીઆઈ બાદ હવે ઈડીના અધિકારીઓનો નંબર હશે અને જો આમ થશે તો મારી ભ્રષ્ટાચાર સામે લડાઈ ખતમ થઈ જશે.

|
Google Oneindia Gujarati News

સીબીઆઈમાં મચેલા ઘમાસાણ વચ્ચે સીબીઆઈ પ્રમુખ આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને બુધવારે ફોર્સ લીવ પર મોકલી દેવામાં આવ્યા છે ત્યારબાદ વિરોધીઓના સૂર વધી ગયા છે અને તે મોદી સરકાર પર વિવિધ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે પરંતુ આ દરમિયાન ભાજપ સાંસદ સુબ્રમણ્ય સ્વામીએ મોટુ અને ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે કે સીબીઆઈ બાદ હવે ઈડીના અધિકારીઓનો નંબર હશે અને જો આમ થશે તો મારી ભ્રષ્ટાચાર સામે લડાઈ ખતમ થઈ જશે કારણકે મારી સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવવાનું કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ CBI વિવાદઃ આલોક વર્માનો આરોપ, સંવેદનશીલ બાબતોમાં સરકારનો હતો હસ્તક્ષેપઆ પણ વાંચોઃ CBI વિવાદઃ આલોક વર્માનો આરોપ, સંવેદનશીલ બાબતોમાં સરકારનો હતો હસ્તક્ષેપ

રાજ્યસભાથી ભાજપ સાંસદ સ્વામીએ આપ્યુ મોટુ નિવેદન

રાજ્યસભાથી ભાજપ સાંસદ સ્વામીએ આપ્યુ મોટુ નિવેદન

રાજ્યસભામાં ભાજપ સાંસદ સ્વામીએ બુધવારે આ વિશે ટ્વિટ કર્યુ જેમાં તેમણે સ્પષ્ટ રીતે પોતાની સરકારને ઘેરી છે. તેમણે પોતાના ટ્વિટમાં દાવો કર્યો છે કરે સીબીઆઈ નરસંહારમાં શામેલ લોકો ઈડીના અધિકારી રાજેશ્વર સિંહને સસ્પેન્ડ કરવાના છે અને જો આવુ થયુ તો તે ભ્રષ્ટાચાર સામે જે મામલા દાખલ કરી રાખ્યા છે તેનાથી તે હટી જશે.

મારી સરકાર આરોપીઓને બચાવવામાં લાગી છેઃ સ્વામી

સ્વામીએ પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે સીબીઆઈ નરસંહારના ખેલાડી ઈડીના રાજેશ્વરને સસ્પેન્ડ કરવાના છે જેથી તે ‘પીસી' (પી. ચિદમ્બરમ) સામે ચાર્જશીટ દાખલ કરી શકે નહિ. જો આમ થયુ તો મારા માટે ભ્રષ્ટાચાર સામે લડવાનું કોઈ કારણ રહેશે નહિ કારણકે મારી સરકાર તેમને બચાવવામાં લાગેલી છે.

સુબ્રમણ્યમ સ્વામીનું ટ્વિટ બની શકે છે બબાલ

સુબ્રમણ્યમ સ્વામીનું ટ્વિટ બની શકે છે બબાલ

સુબ્રમણ્યમ સ્વામીનું આ ટ્વિટ ઘણા સવાલો ઉભા કરી રહ્યુ છે કારણકે પહેલેથી જ સરકાર સીબીઆઈ માટે વિરોધીઓના નિશાના પર છે. એવામાં સ્વામીનું આ ટ્વિટ ભાજપ માટે મુસીબત બની શકે છે.

આ પણ વાંચોઃ મોઈન કુરેશી, જેના કારણે સીબીઆઈમાં મચેલુ છે ઘમાસાણઆ પણ વાંચોઃ મોઈન કુરેશી, જેના કારણે સીબીઆઈમાં મચેલુ છે ઘમાસાણ

English summary
Subramanian Swamy hints at action against ED officer after CBI 'massacre', blames govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X