For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના સાંસદે RBI ગવર્નરની નિયુક્તિ પર સવાલ ઉઠાવ્યા, પીએમને ચિઠ્ઠી લખી

ભાજપના સાંસદે RBI ગવર્નરની નિયુક્તિ પર સવાલ ઉઠાવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આરબીઆઈના નવા ગવર્નર શક્તિકાંત દાસની નિયુક્તિ પર સવાલ ઉઠાવ્યા છે. સ્વામીએ કહ્યું કે શક્તિકાંત દાસની રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નરના રૂપે થયેલ નિયુક્તિ એકગત ખોટી છે. આ સંબંધમાં સ્વામીએ પીએમ મોદીને પત્ર લખીને પોતાની આપત્તિ દાખલ કરાવી છે. જણાવી દઈએ કે, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર પદથી ઉર્જિત પટેલે રાજીનામું આપ્યા બાદ કેન્દ્ર સરકારે પૂર્વ રાજસ્વ સચિવ શક્તિકાંત દાસને નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે શક્તિકાંત દાસને આરબીઆઈના ગવર્નરના રૂપમાં નિયુક્તિ કરવી ખોટી છે. તેમણે પી. ચિદમ્બરમની સાથે ભ્રષ્ટ ગતિવિધિઓમાં નજીકથી કામ કર્યું છે એટલું જ નહિ અદલાતના મામલામાં એમને બચાવવાની કોશિશ કરી છે. મને ખબર નથી કે આ કેમ કરવામાં આવ્યું, આ નિર્ણયની વિરુદ્ધ મેં વડાપ્રધાનને એક પત્ર લખ્યો છે. જણાવી દઈએ કે 1980 બેચના ભારતીય પ્રશાસનિક સેવાના પૂર્વ અધિકારી શક્તિકાંત દાસને મંગળવારે ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ નોટબંધી બાદ આર્થિક ગતિવિધિઓને સામાન્ય બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.

શક્તિકાંત દાસ રિઝર્વ બેંકના 25મા ગવર્નર હશે

તમિલનાડુ કેડરથી 1980 બેચના આઈએએસ શક્તિકાંત દાસ રિઝર્વ બેંકના 25મા ગવર્નર હશે. તમિલનાડુ સરકાર અને કેન્દ્ર સરકાર સાથે પહેલે પણ આર્થિક વિભાગોમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. જણાવી દઈએ કે પહેલા પણ સુબ્રમણ્યમ સ્વામી શક્તિકાંત દાસ પર ગંભીર આરોપો લગાવી ચૂક્યા છે.

જેટલીએ વખાણ કર્યાં

જેટલીએ વખાણ કર્યાં

શક્તિકાંત દાસનો બચાવ કરા જેટલીએ કહ્યું કે તેમની પાસે યોગ્ય સાખ છે, તેઓ પ્રોફેશનલ છે. તેમણે કેટલીય સરકાર અંતર્ગત કામ કર્યાં છે અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. મને વિશ્વાસ છે કે ભારતીય અર્થ વ્યવસ્થા સામે રહેલ પડકારોથી નિપટવામાં તેઓ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર તરીકે મહત્વનું યોગદાન આપશે.

અલર્ટઃ આજથી SBIની આ સર્વિસ બંધ થઈ રહી છે, નહિ ઉપાડી શકો રૂપિયાઅલર્ટઃ આજથી SBIની આ સર્વિસ બંધ થઈ રહી છે, નહિ ઉપાડી શકો રૂપિયા

English summary
Subramanian Swamy questions Shaktikanta Das' appointment as RBI Governor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X