આનંદી બેનને બનાવો રાષ્ટ્રપતિ, ગુજરાતના જમાઇની માંગ

Posted By:
Subscribe to Oneindia News

ટૂંક સમયમાં ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નિવૃત્ત થશે. અને તેના પછી ભાજપ તરફથી કોઇ ઉમેદવારની રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરવામાં આવશે. આ માટે લાલ કૃષ્ણ અડવાણીથી લઇને અનેક નામો ચર્ચામાં છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી તેમના અધિકૃત ટ્વિટર પરથી એક ટ્વિટ કરીને ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી તેવા આનંદીબેન પટેલના નામનું સૂચન કર્યું છે. તેમણે તેમના ટ્વિટમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ પદ માટે ભૂતપૂર્વ ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શ્રેષ્ઠ ઉમેદવાર છે. વળી તેમણે એમ પણ કહ્યું છે કે તો શું થઇ ગયું કે તે ગુજરાતી છે? વધુમાં સુબ્રમણ્યમ સ્વામીએ પણ પોતાને ગુજરાતના જમાઇ ગણાવ્યા છે.

anandi

ત્યારે આ ટ્વટિ પછી સ્વામી પર લોકોએ અલગ અલગ ટિપ્પણી પણ શરૂ કરવામાં આવી છે. કેટલાકે સ્વામીનો સપોર્ટ કર્યો છે તો કેટલાકે તેમની મજાક પણ ઉડાવી છે. તો બીજી તરફ ગુજરાતનું રાજકારણ પણ સ્વામીના આ સૂચનથી ગરમાયું છે. જો કે ગુજરાતના તમામ નેતાઓ સમતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આનંદીબેનના હંમેશા સપોર્ટમાં રહ્યા છે. અને મુખ્યમંત્રી પદથી નિવૃત્ત થયા પછી પણ આનંદીબેન ભાજપના તમામ કાર્યક્રમોમાં મંચ પર જોવા મળી છે. ત્યારે જોવાનું તે રહે છે કે શું મોદી સરકાર સ્વામીના આ સૂચનને કાને લે છે કે પછી સ્વામીની અન્ય ટિપ્પણીની જેમ નજરઅંદાજ કરે છે!

English summary
Subramanian swamy wants Anandiben patel to be next President of India.
Please Wait while comments are loading...