For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુબ્રતો રોયને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહી, હજુપણ જેલમાં રહેશે સહારા પ્રમુખ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

subrata-roy-22
નવી દિલ્હી, 4 જૂન: સુબ્રતો રોયના ઘરમાં નજરબંધ રાખવાની સહારાની અરજીને સુપ્રીમ કોર્ટે આજે એકવાર ફરી નકારી કાઢી દિધી. સહારા પ્રમુખને હજુ પણ જેલમાં રહેવું પડશે.

સહારા સમૂહના પ્રમુખ સુબ્રત રોય હજુ પણ જેલમાં રહેશે, જો કે સુપ્રીમ કોર્ટે આજે (બુધવારે) સહારા સમૂહની ચલ-અચલ સંપત્તિઓને વેચવા પર લગાવવામાં આવેલી મનાઇને હટાવી દેવામાં આવી છે. કોર્ટે સહારા સમૂહની સંપત્તિઓને વેચવા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ એટલા માટે હટાવ્યો, જેથી સમૂહ તેમને વેચીને પોતાના રોકાણકારોને 10,000 કરોડ રૂપિયા પરત આપી શકે.

સુપ્રીમ કોર્ટે આ વર્ષ 26 માર્ચના રોજ કહ્યું હતું કે સહારા સમૂહ રોકાણકારો દ્વારા સમૂહની બે કંપનીઓ સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ (એસઆઇઆરઇસીએલ) અને સહાર હાઉસિંગ ઇનવેસ્ટમેંટ કોર્પોરેશન લિમિટેડ (એસએચઆઇસીએલ)માં કરવામાં આવેલા 24,000 કરોડ રૂપિયાના રોકાણના એક ભાગમાં 10,000 કરોડ રૂપિયા જમા કરશે, ત્યારબાદ જ સુબ્રત રોય અને સમૂહના બે નિર્દેશકોને છોડી મુકવામાં આવશે. સુબ્રત રોય અને બે અન્ય નિર્દેશક 4 માર્ચથી ન્યાયિક કસ્ટડીમાં છે.

ન્યાયમૂર્તિ ટી.એસ.ઠાકુર અને ન્યાયમૂર્તિ એ.કે.સીકરીની પીઠે સહારા સમૂહને પોતાની ફિક્સ ડિપોઝીટ, બોંડ તથા જામીનગીરીને માટે પરવાનગી આપી દિધી અને આ પ્રકારે રકમને સેબી દ્વારા ખોલવામાં આવેલા ખાતામાં જમા કરવાનો નિર્દેશ આપ્યો.

કોર્ટે સહારા સમૂહને નવ શહેરોમાં સ્થિત પોતાની સંપત્તિઓને પણ વેચવાની પરવાનગી આપી, જેથી સમૂહ સેબીની પાસે જમા કરાવવા માટે જરૂરી 5,000 કરોડ રૂપિયાની રકમની વ્યવસ્થા થઇ શકે.

કોર્ટે બેંક ગેરેન્ટીના રૂપમાં 5,000 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે સહારા સમૂહને પોતાની એમ્બી વૈલીવાળી સંપત્તિને ગીરો રાખવાની પરવાનગી આપી દિધી. સુપ્રીમ કોર્ટે આ પહેલાં 31 ઓગષ્ટ, 2012ને આપેલા પોતાના આદેશમાં સહારા સમૂહને તેના રોકાણકારોની 24,000 કરોડ રૂપિયાની રકમ પરત આપવા માટે કહ્યું હતું.

સહારા સમૂહે પોતાની બે કંપનીઓ 'સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ' અને 'સહારા હાઉસિંગ ઇનવેસ્ટમેંટ કોર્પોરેશન લિમિટેડ'ના માધ્યમથી સંપૂર્ણપણે પરિવર્તનીય ક્રેડિટના પત્રોના માધ્યમથી રોકાણ કર્યું હતું.

English summary
The Supreme Court today dismissed the plea of Sahara group chief Subrata Roy to shift his judicial custody in Delhi’s Tihar jail to house arrest in Lucknow, but relaxed conditions on sale of assets to raise Rs 10,000 crore for his release.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X