For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરસિંહઃ એ ‘બ્રહ્માસ્ત્ર' જેનો લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન સામે ઉપયોગ કરશે પીએમ

લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મહાગઠબંધનનો મુકાબલો કરવા માટે એનડીએને અમરસિંહના રૂપમાં બ્રહ્માસ્ત્ર મળ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મહાગઠબંધનનો મુકાબલો કરવા માટે એનડીએને અમરસિંહના રૂપમાં બ્રહ્માસ્ત્ર મળ્યુ છે. થોડા દિવસો પહેલા લખનઉમાં થયેલી ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીમાં મંચ પરથી બોલતા પીએમ મોદીની સામે જોઈ ભગવા કૂર્તો પહેરીને બેઠેલા રાજકીય ખેલાડી અમરસિંહના ચહેરાની ચમકે ગઠબંધનની તસવીર પાણીની જેમ સાફ કરી દીધી હતી. આ સેરેમનીમાં પીએમ મોદીએ પણ ઈશારો કરતા કહ્યુ હતુ કે આપણી સામે અમરસિંહ બેઠા છે જે બધાનો ઈતિહાસ ખોલીને મૂકી દેશે. ત્યારબાદ અમરસિંહ ભાજપ અને પીએમ મોદીના ગુણગાન કરતા થાકતા નથી. વળી, લગભગ બધા મોટા પક્ષોનો પલ્લુ પકડી ચૂકેલા અમરસિંહના ભાજપમાં ગયા બાદ વિપક્ષી પાર્ટીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.

પીએમ મોદી માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે અમરસિંહ

પીએમ મોદી માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે અમરસિંહ

હાલમાં જે મોટા સમાચાર ચર્ચામાં છે તેણે સમાજવાદી પક્ષને ચોંકાવી દીધા છે. એનડીએના સહયોગી પક્ષો સુહેલદેવ ભારતીય પાર્ટીએ અમરસિંહ અને ભાજપના મૂડને જોતા સિંહને આઝમગઢ સીટમાંથી ચૂંટણી લડવાની ઓફર આપી દીધી છે. દેખીતી રીતે જ ક્યારેક સપા સંરક્ષક મુલાયમ સિંહના ખાસ રહેલા અમરસિંહ માટે આઝમગઢ સીટ પરથી ચૂંટણી લડવાની ઓફર આપવી ક્યાંકને ક્યાંક સપા માટે સીધો પડકાર છે. આને લોકસભા ચૂંટણી 2019 ના પગલે ઘણુ મહત્વનું માનવામાં આવી રહ્યુ છે. જો કે આના વિશે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા અમરસિંહે આનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. તેમણે ઈશારામાં પોતાને નેશનલ લીડર ગણાવતા કહ્યુ કે તે એક ક્ષેત્રથી ના જોડાઈ રહી શકે. તે પીએમ નરેન્દ્ર મોદીના રાજકીય સલાહકાર બનીને તેમના હાથોને વધુ મજબૂત કરવાનું કામ કરશે.

પીએમ મોદીની પ્રશંસા કરતા નથી થાકતા અમરસિંહ

પીએમ મોદીની પ્રશંસા કરતા નથી થાકતા અમરસિંહ

અમરસિંહે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યુ, ‘હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પર્સનલી ખૂબ પસંદ કરુ છુ. તેમનામાં ગજબની નેતૃત્વ ક્ષમતા છે. મારી આગળનું જીવન તેમના નામે છે.' તેમણે કહ્યુ કે વિપક્ષ પણ ક્યાંકને ક્યાંક જાણે છે કે મોદીજીના નેતૃત્વ અને તેમના વ્યક્તિત્વનો મુકાબલો કરવાની ક્ષમતા કોઈનામાં નથી. એટલા માટે જ તો આખો વિપક્ષ આજે મોદી સામે ભેગો થયો છે. તેમણે કહ્યુ, ‘જો મને માયાવતી, મમતા બેનર્જી અને મોદીજીમાંથી કોઈને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પસંદ કરવાના હોય તો મારો મત નિશ્ચિતપણે મોદીજીને મળશે.'

વિપક્ષ માટે જોખમ તો મોદીજી માટે બ્રહ્માસ્ત્ર સાબિત થઈ શકે અમરસિંહ

વિપક્ષ માટે જોખમ તો મોદીજી માટે બ્રહ્માસ્ત્ર સાબિત થઈ શકે અમરસિંહ

લખનઉમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની બાદથી મોદી અને અમરસિંહ વચ્ચે વધેલી નિકટતા વિપક્ષ માટે ખાસ કરીને કોંગ્રેસ અને સપા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અમરસિંહ સમાજવાદી પાર્ટી અને યાદવ પરિવારની ઘણા નિકટ રહ્યા છે. દેખીતી રીતે જ તેમની પાસે ઘણા ‘રાઝ' હશે જે ચૂંટણી દરમિયાન રાજકીય હુમલામાં એનડીએ માટે મુસીબત બની શકે.

English summary
suheldev party offers amar singh to contest loksabha election from azamgarh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X