• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોઇને આશા ન હતી કે ભાજપ આમને બનાવશે લોકસભા સ્પીકર

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 4 જૂન: લોકસભા સ્પીકર માટે ઇન્દોરની સાંસદ સુમિત્રા મહાજનનું નામ નક્કી કરવામાં આવ્યું છે. કોઇને વિશ્વાસ ન હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતેએ ફોન કરીને તેમને પાર્ટીના આ નિર્ણયની સૂચના આપી. અધ્યક્ષની ચૂંતણી છ જૂનના રોજ થવાની છે અને સંભવત: પાંચ જૂનના રોજ તે ઉમેદવારી પત્ર દાખલ કરશે.

મધ્યપ્રદેશથી પ્રથમવાર કોઇ નેતાને લોકસભા અધ્યક્ષ બનવાની તક મળશે. સુમિત્રા મહાજન ઇન્દોરથી સતત આઠમી વાર સાંસદ ચૂંટાઇ છે. એક જ સંસદીય વિસ્તારથી સતત આઠ ચૂંટણી જીતનાર દેશની પ્રથમ મહિલા સાંસદ છે.

સ્પીકર પદ માટે સુમિત્રા મહાજનનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહની પસંદ પર નક્કી થયું છે. મંત્રીમંડળની રચના પહેલાં જ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ સુમિત્રા મહાજનને આ આશયના સંકેત આપી દિધા હતા. લાંબા સંસદીય કાર્યકાળમાં સુમિત્રા મહાજને ઘણીવાર અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની હેરહાજરીમાં સદનનું સંચાલન કર્યું છે.

તે સંસદની ઘણી મુખ્ય સમિતિઓની અધ્યક્ષ પણ રહી ચૂકી છે. 15મી લોકસભામાં તે ગ્રામીણ વિકાસ વિભાગની સ્થાઇ સમિતિની અધ્યક્ષ હતી. આજે સદનની શરૂઆત કરતાં નરેન્દ્ર મોદી પોતાના બધા સહયોગીની સાથે મળીને દેશની આશાઓ પુરી કરવા માટે 'વિકાસ'નો ગિયર શિફ્ટ કરી દિધો છે.

English summary
Sumitra Mahajan is all set to attend the post of Lok sabha speaker.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X