સુનંદા પુષ્કર મૃત્યુ કેસ : દિલ્હી કોર્ટે કોંગ્રેસ નેતા શશી થરૂર નિર્દોષ જાહેર કર્યા
દિલ્હીની એક કોર્ટે 18 ઓગસ્ટ બુધવારના રોજ કોંગ્રેસ નેતા શશી થરૂરને વર્ષ 2014માં તેમની પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના કેસમાં ડિસ્ચાર્જ કર્યા હતા.
શશી થરૂર પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 306 (આત્મહત્યા માટે પ્રોત્સાહન) અને 498 A (પતિ દ્વારા પત્ની પ્રત્યે ક્રૂરતા) હેઠળ આરોપ લગાવવામાં આવ્યા હતા, પરંતુ આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી ન હતી.
બાર એન્ડ બેચ અનુસાર થરૂરે જણાવ્યું હતું કે, સાડા સાત વર્ષ હું સતત તણાવ અનુભવકો આવ્યો છું. ઉલ્લેખનીય છે કે, 27 જુલાઈના રોજ કોર્ટે થરૂરને આ કેસમાં ટ્રાયલ પર રાખવો કે, નહીં તે અંગેનો આદેશ ત્રણ અઠવાડિયા માટે મુલતવી રાખ્યો હતો.
શું છે સુનંદા પુષ્કર મૃત્યુ કેસ?
સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી, 2014ની રાત્રે શહેરની એક લક્ઝરી હોટલમાં સ્યુટમાં મૃત હાલતમાં મળી આવી હતી. શશી થરૂર અને પુષ્કર હોટલમાં રોકાયા હતા, કારણ કે, તે સમયે તેમના બંગલાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું હતું.
દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રારંભિક FIR અનામી વ્યક્તિઓ સામે હતી. પોલીસે સુનંદાના મૃત્યુના ચાર વર્ષ બાદ 14 મે, 2018ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવીને થરૂરની કાર્યવાહીમાં શામેલ કરવા માટેની અરજી દાખલ કરી હતી.